Get News Alerts

Never miss breaking news updates.

Surat સર્કિટ હાઉસ ખાતે DY CM હર્ષ સંઘવીનો જનસંપર્ક કાર્યક્રમ, નાગરિકોના પ્રશ્નો સાંભળી અધિકારીઓને તાકીદ

Harsh Sanghavi Jan Sampark Surat: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે સુરત સર્કિટ હાઉસ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજીને સુરત શહેર અને જિલ્લાના નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી...
R Gajjar
R GajjarUpdated on: 03 Oct 2026 05:10 PM IST
Surat સર્કિટ હાઉસ ખાતે DY CM હર્ષ સંઘવીનો જનસંપર્ક કાર્યક્રમ, નાગરિકોના પ્રશ્નો સાંભળી અધિકારીઓને તાકીદSurat સર્કિટ હાઉસ ખાતે DY CM હર્ષ સંઘવીનો જનસંપર્ક કાર્યક્રમ, નાગરિકોના પ્રશ્નો સાંભળી અધિકારીઓને તાકીદ

Harsh Sanghavi Jan Sampark Surat

Harsh Sanghavi Jan Sampark Surat: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે સુરત સર્કિટ હાઉસ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજીને સુરત શહેર અને જિલ્લાના નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે અને વહીવટી તંત્ર વધુ જવાબદેહ બને તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ નાગરિકોની વ્યક્તિગત મુશ્કેલીઓ, સ્થાનિક વહીવટને લગતા પ્રશ્નો તેમજ વિકાસલક્ષી રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. નાગરિકોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાવા ન પડે અને તેમની સમસ્યાઓનો સમયસર ઉકેલ આવે તે માટે તેમણે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક સૂચનાઓ આપી ત્વરિત કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.

પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે અધિકારીઓને સૂચના

સરકાર અને વહીવટી તંત્રને લોકોની વધુ નજીક લાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોએ પોતાની રજૂઆતો મુક્તપણે રજૂ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને પ્રશ્નોની ગંભીરતા સમજી જરૂરી કાર્યવાહી કરવા અને અરજદારોને રાહત મળે તે દિશામાં ઝડપથી પગલાં લેવા સૂચના આપી હતી.

સમસ્યાઓનો ઉકેલ મળતાં અરજદારોએ વ્યક્ત કર્યો આભાર

જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન અગાઉના દિવસોમાં પોતાની રજૂઆતોનો હકારાત્મક ઉકેલ મેળવનારા અરજદારોએ હર્ષ સંઘવીને રૂબરૂ મળીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નાગરિકોએ પોતાની સમસ્યાઓને પ્રાથમિકતા આપી સકારાત્મક અભિગમ સાથે સાંભળવામાં આવતી હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાની સાથે સરકાર અને વહીવટી તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ મજબૂત કરવાનો રહ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]