Surat Pal Bike Accident : સુરતના પાલમાં બાઈકચાલકની ટક્કરથી મહિલાનું મોત, બે બાળક માતા વિહોણા બન્યા

Surat Pal Bike Accident : સુરત શહેરના પાલ વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક કરુણ ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek Shah
Surat Pal Bike Accident સુરતના પાલમાં અકસ્માતની ઘટનાથી એકનું મોતSurat Pal Bike Accident સુરતના પાલમાં અકસ્માતની ઘટનાથી એકનું મોત

Surat Pal Bike Accident સુરતના પાલમાં અકસ્માતની ઘટનાથી એકનું મોત

Surat Pal Bike Accident : સુરતના પાલ વિસ્તારમાં મીનાબેન મછાર પાણી ભરવા માટે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે મીનાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહિલાને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને મહિલાના મોતથી ભારે આક્રંદ જોવા મળ્યો હતો. પાણી ભરવા જઈ રહેલી એક મહિલાને બાઈકચાલકે અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં 29 વર્ષીય મીનાબેન મછારનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક મહિલાના બે બાળકો માતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

બે બાળકો નોંધારા થયા

મૃતક મીનાબેન મછાર 29 વર્ષનાં હતાં અને તેમના બે બાળકો છે. માતાના અચાનક મોતથી બંને બાળકો નોંધારા બન્યા છે. પરિવાર માટે આ ઘટના અત્યંત દુઃખદ બની છે. રોજિંદા જીવનની સામાન્ય કામગીરી માટે પાણી ભરવા જઈ રહેલી મહિલાને રસ્તા પર અકસ્માતનો ભોગ બનવું પડતાં સ્થાનિકોમાં પણ દુઃખ અને રોષની લાગણી જોવા મળી રહી છે.

બેફામ ડ્રાઈવિંગના કારણે મોત થયું

આ બનાવને પગલે પરિવારજનો દ્વારા બાઈકચાલક સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. શહેરમાં બેફામ બાઈકચાલકોના કારણે અકસ્માતો વધી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.સ્થાનિક લોકોની માગ છે કે રસ્તાઓ પર વાહનચાલકોની ઝડપ નિયંત્રિત કરવામાં આવે, ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવે અને બેદરકારીથી વાહન ચલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ અટકાવી શકાય.

હાલ આ અકસ્માતમાં મહિલાના મોતને પગલે પરિવારજનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને બાઈકચાલક સામે કાયદેસરની કાર્યવાહી અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gold Silver Price Today : સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનું ₹5000 અને ચાંદી ₹9000 થી વધુ તૂટી