Get News Alerts

Never miss breaking news updates.

Surat Crime : પૂર્વ ગોડાઉન મેનેજરે 10 વાહનની ચોરી કરી, સ્ટોક વેરિફિકેશનમાં ખુલ્યો મોટો ભાંડો

Surat Crime : સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા અમીદીપ હોન્ડા શોરૂમમાંથી 10 નવી નક્કોર ગાડીઓ બારોબાર સગેવગે કરી દેવાના કિસ્સાએ ચકચાર મચાવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 29 Aug 2026 10:42 AM IST
Surat Crime : પૂર્વ ગોડાઉન મેનેજરે 10 વાહનની ચોરી કરી, સ્ટોક વેરિફિકેશનમાં ખુલ્યો મોટો ભાંડોSurat Crime : પૂર્વ ગોડાઉન મેનેજરે 10 વાહનની ચોરી કરી, સ્ટોક વેરિફિકેશનમાં ખુલ્યો મોટો ભાંડો

Surat Crime

Surat Crime : શોરૂમના પૂર્વ ગોડાઉન મેનેજરે જ વિશ્વાસઘાત કરીને 9 એક્ટિવા અને 1 શાઈન બાઈક ગાયબ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી દિપુલ માણીયાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.

મળતી માહિતી મુજબ, શોરૂમમાં ગોડાઉનનો સ્ટોક ચેક કરવામાં આવતા વાહનોની સંખ્યામાં તફાવત જોવા મળ્યો હતો. સ્ટોક વેરિફિકેશન દરમિયાન 9 એક્ટિવા અને 1 શાઈન બાઈક ગોડાઉનમાં ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ શોરૂમ મેનેજમેન્ટ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

પૂર્વ ગોડાઉન મેનેજરે કર્યો વિશ્વાસઘાત

તપાસ દરમિયાન શંકાની સોય શોરૂમના પૂર્વ ગોડાઉન મેનેજર દિપુલ માણીયા તરફ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે, સ્ટાફ સાથે થયેલા ઝઘડા બાદ દિપુલને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે શોરૂમ સાથે વિશ્વાસઘાત કરી ગોડાઉનમાંથી નવી નક્કોર ગાડીઓ બારોબાર સગેવગે કરી હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.

આરોપીએ ગાડીઓ વેચવા માટે કોઈપણ પ્રકારનું પાસિંગ કે બિલ વગર પોતાના પરિચિતોને માત્ર રૂ. 50થી 60 હજારમાં વાહનો પધરાવી દીધા હોવાની વિગતો સામે આવી છે. નવી નક્કોર ગાડીઓ આટલી ઓછી કિંમતમાં વેચવામાં આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો.

શોરૂમમાંથી 10 વાહનોની ચોરી

ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસે આરોપી દિપુલ માણીયાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની પૂછપરછમાં વાહનો ક્યાં અને કોને વેચવામાં આવ્યા હતા તે અંગે મહત્વની માહિતી મળી હતી. પોલીસે તપાસને આગળ વધારી રાજકોટ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન બારોબાર વેચી દેવામાં આવેલા તમામ 10 વાહનો સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસની ઝડપી કાર્યવાહીથી શોરૂમમાંથી ગાયબ થયેલા તમામ વાહનો પરત મેળવવામાં સફળતા મળી છે. હવે પોલીસ આરોપી દ્વારા અન્ય કોઈ વાહન અથવા મિલકત સાથે પણ આવી રીતે છેતરપિંડી કરવામાં આવી હતી કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.

પોલીસે તમામ ગાડીઓ પરત મેળવી

આ સમગ્ર ઘટનાએ શોરૂમ અને ગોડાઉનમાં સ્ટોક મેનેજમેન્ટ તથા કર્મચારીઓની જવાબદારી અંગે પણ સવાલો ઉભા કર્યા છે. નિયમિત સ્ટોક વેરિફિકેશન દરમિયાન ગાડીઓ ગાયબ હોવાનો ભેદ ખુલ્યો હતો. હાલ સરથાણા પોલીસે આરોપી દિપુલ માણીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 10 વાહનોની રિકવરી બાદ હવે પોલીસ સમગ્ર કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને વાહનોની ખરીદી-વેચાણમાં કોણ-કોણ સામેલ હતું તે અંગે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Jonty Sidhu નો સિક્સર-ચોગ્ગાનો વરસાદ, સેન્ટ્રલ દિલ્હીની ફાઇનલમાં એન્ટ્રી

View post on Instagram
AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.