Surat News : લસકાણા પતિ હત્યા કેસમાં મોટો ખુલાસો, પત્ની રીનાદેવી અને દિયર શિવા નિષાદની પોલીસે કરી ધરપકડ

Surat News : સુરતના લસકાણા વિસ્તારમાં કારખાનામાં મજૂરી કામ કરતા અમરબાબુ નામના યુવકની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.
Vivek Shah
Vivek Shah
Surat News સુરત લસકાણા હત્યા કેસSurat News સુરત લસકાણા હત્યા કેસ

Surat News સુરત લસકાણા હત્યા કેસ

Surat News : આ કેસમાં લસકાણા પોલીસે મૃતકની પત્ની રીનાદેવી અને તેના દિયર શિવા નિષાદને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે કથિત અનૈતિક સંબંધો હોવાની અને તેના કારણે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાની વિગતો સામે આવી છે.

અમરબાબુની હત્યા થયા બાદ લસકાણા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મૃતકની પત્ની રીનાદેવી અને દિયર શિવા નિષાદની સંડોવણી હોવાની શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે બંનેની પૂછપરછ અને તપાસ આગળ ધપાવી હતી. અંતે પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.

દિયર અને ભાભી વચ્ચે અનૈતિક સબંધો હતા!

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, રીનાદેવી અને શિવા નિષાદ વચ્ચે કથિત અનૈતિક સંબંધો હતા. આ સંબંધોની જાણ અમરબાબુને થઈ ગઈ હતી. ત્યારબાદ અમરબાબુ અને તેની પત્ની રીનાદેવી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

આ જ બાબતને લઈને બંને આરોપીઓ અને મૃતક વચ્ચે અણબનાવ વધતો ગયો હોવાનો પોલીસનો પ્રાથમિક દાવો છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં બંને આરોપીઓએ કથિત રીતે સાથે મળીને અમરબાબુની હત્યાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ અમરબાબુની હત્યા કરવામાં આવી હતી.

લસકાણા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

આ બનાવ સામે આવ્યા બાદ લસકાણા પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં પત્ની અને દિયરની સંડોવણી સામે આવતાં બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસે રીનાદેવી અને શિવા નિષાદની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાનું ચોક્કસ આયોજન કેવી રીતે કરવામાં આવ્યું, ઘટનામાં બંનેની ભૂમિકા શું હતી અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ લસકાણા વિસ્તારમાં ચકચાર મચાવી છે. જોકે, બંને આરોપીઓ સામેના આરોપો અંગે અંતિમ નિર્ણય કોર્ટની ન્યાયિક પ્રક્રિયા બાદ જ આવશે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : સુરતમાં છેલ્લા 24 કલાકમાં ચાર હત્યાથી ચકચાર