Get News Alerts

Never miss breaking news updates.

Surat News: ચોક બજારમાં મહિલા સાથે છેતરપિંડી અને દુષ્કર્મનો આરોપ, ‘રોહન’ બની વકીલે પ્રેમજાળમાં ફસાવ્યાનો આક્ષેપ

Chowk Bazar Love Jihad Case: ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા સાથે ઓળખ છુપાવીને સંબંધ બાંધવા, લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવા અને બાદમાં લગ્નનો ઇનકાર કરવાના આરોપમાં પોલીસે વકીલ...
R Gajjar
R GajjarUpdated on: 07 Oct 2026 06:46 PM IST
Surat News: ચોક બજારમાં મહિલા સાથે છેતરપિંડી અને દુષ્કર્મનો આરોપ, ‘રોહન’ બની વકીલે પ્રેમજાળમાં ફસાવ્યાનો આક્ષેપSurat News: ચોક બજારમાં મહિલા સાથે છેતરપિંડી અને દુષ્કર્મનો આરોપ, ‘રોહન’ બની વકીલે પ્રેમજાળમાં ફસાવ્યાનો આક્ષેપ

Chowk Bazar Love Jihad Case

Chowk Bazar Love Jihad Case: ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા સાથે ઓળખ છુપાવીને સંબંધ બાંધવા, લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવા અને બાદમાં લગ્નનો ઇનકાર કરવાના આરોપમાં પોલીસે વકીલ રહીમની ધરપકડ કરી છે. સમગ્ર મામલે મહિલાની ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદ મુજબ આરોપી વકીલ રહીમે પોતાની ઓળખ ‘રોહન’ તરીકે આપીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. એટલું જ નહીં, પોતાની ઓફિસમાં પણ તેણે મહિલાને પોતાની ઓળખ રોહન તરીકે આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મહિલાનો આક્ષેપ છે કે આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની વાતો કરી હતી. સંબંધ દરમિયાન દુષ્કર્મ આચરવા માટે તે ગણપતિની પૂજા તેમજ સત્યનારાયણની પૂજા પણ કરતો હતો, જેથી મહિલાનો વિશ્વાસ વધુ મજબૂત થાય.

લગ્નની લાલચ આપી સંબંધ, બાદમાં ઇનકાર

ફરિયાદ મુજબ આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ જ્યારે મહિલાએ લગ્ન માટે વાત કરી ત્યારે આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો અને મહિલાને તરછોડી દીધી હોવાનો આક્ષેપ છે. તપાસ દરમિયાન આરોપીએ અન્ય એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ સામે આવ્યું હોવાનો પોલીસનો દાવો છે.

આગોતરા જામીનની અરજી થઈ હતી

ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આરોપી રહીમ ફરાર હતો. દરમિયાન ધરપકડથી બચવા માટે તેણે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દેતા પોલીસ માટે તેની ધરપકડનો માર્ગ મોકળો થયો હતો. કોર્ટના નિર્ણય બાદ ચોક બજાર પોલીસે કાર્યવાહી કરીને આરોપી વકીલ રહીમની ધરપકડ કરી છે. હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]