Get News Alerts

Never miss breaking news updates.

Surat : તરસાડી-કોસંબામાં આજથી ગરબાનો રંગ જામશે, પાંચમા રોટરી નવરાત્રી મહોત્સવનો શુભારંભ

Surat : તરસાડી-કોસંબામાં નવરાત્રીના ગરબાની રંગત જમાવવા માટે પાંચમા ભવ્ય રોટરી નવરાત્રી મહોત્સવનો શુભારંભ થયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 17 Sep 2026 09:38 AM IST
Surat : તરસાડી-કોસંબામાં આજથી ગરબાનો રંગ જામશે, પાંચમા રોટરી નવરાત્રી મહોત્સવનો શુભારંભSurat : તરસાડી-કોસંબામાં આજથી ગરબાનો રંગ જામશે, પાંચમા રોટરી નવરાત્રી મહોત્સવનો શુભારંભ

Surat Navratri

Surat : કલામંદિર જ્વેલર્સ દ્વારા પ્રસ્તુત અને રોટરી ક્લબ ઓફ તરસાડી-કોસંબા દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવની શરૂઆત વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મંડપ મુહૂર્ત કરીને કરવામાં આવી હતી. તરસાડી-કોસંબાના પંડવાઈ સુગર રોડ પર આવેલા શુભમ પાર્ટી પ્લોટમાં આ વર્ષે રોટરી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મંડપ મુહૂર્ત પ્રસંગે કલામંદિર જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શરદભાઈ શાહ, રોટરી ક્લબના પ્રમુખ રઘુવીરસિંહ ઠાકોર, સેક્રેટરી હરદીપસિંહ ઠાકોર સહિત રોટરી ક્લબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમાજ સેવાના વિવિધ કામો કરાયા

રોટરી ક્લબ ઓફ તરસાડી-કોસંબા છેલ્લા 25 વર્ષથી સમાજ સેવાના વિવિધ કાર્યો સાથે જોડાયેલું છે. ક્લબ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અનાથ દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન સહિતના વિવિધ સેવાકીય કાર્યો પણ ક્લબ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં ભારતીય પરંપરાને અનુરૂપ ટ્રેડિશનલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તરસાડી-કોસંબા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમશે તેવી અપેક્ષા છે.

ગત વર્ષે ગરબા માટેનું ગ્રાઉન્ડ નાનું પડતાં ખેલૈયાઓને રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે આયોજકો દ્વારા ગ્રાઉન્ડનું કદ વધારવામાં આવ્યું છે, જેથી વધુ ખેલૈયાઓ સરળતાથી ગરબા રમી શકે.

પ્રેક્ષકો માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે

ખેલૈયાઓ ઉપરાંત ગરબા જોવા આવતા પ્રેક્ષકો માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ સ્થળે વધુ LED સ્ક્રીન લગાવવામાં આવશે, જેથી દૂર બેઠેલા દર્શકો પણ ગરબાની પ્રસ્તુતિ સરળતાથી નિહાળી શકે. મહિલાઓ માટે હાઈજેનિક વોશરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર મંડપની અંદર તેમજ બહાર CCTV કેમેરા લગાવવામાં આવશે અને સતત મોનિટરિંગ કરવામાં આવશે. આમ, પરંપરાગત ગરબા સાથે સુરક્ષા અને સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ભવ્ય આયોજન, વિશાળ ગ્રાઉન્ડ, પરંપરાગત ગરબા અને વધારેલી સુવિધાઓ સાથે આ વર્ષે રોટરી નવરાત્રી મહોત્સવને વધુ આકર્ષક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આયોજકો દ્વારા તમામ ખેલૈયાઓ અને ગરબાપ્રેમીઓને નવરાત્રી મહોત્સવમાં સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Bharuch રેલવે સ્ટેશન પર દારૂનો મોટો જથ્થો ઝડપાયો, ટ્રોલી બેગમાં દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે