Get News Alerts

Never miss breaking news updates.

‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆતનો ઝડપી ઉકેલ: ભટેલા ગામના પાકા રસ્તા માટે ₹99.50 લાખ મંજૂર

Bhateda Village Road Approval: સામાન્ય નાગરિકોની રજૂઆતો-સમસ્યાઓના અસરકારક નિવારણ તરીકે ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સચોટ અને અસરકારક માધ્યમ પુરવાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ઓગસ્ટ-26 માસના...
R Gajjar
R GajjarUpdated on: 03 Oct 2026 05:23 PM IST
‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆતનો ઝડપી ઉકેલ: ભટેલા ગામના પાકા રસ્તા માટે ₹99.50 લાખ મંજૂર‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆતનો ઝડપી ઉકેલ: ભટેલા ગામના પાકા રસ્તા માટે ₹99.50 લાખ મંજૂર

Bhateda Village Road Approval

Bhateda Village Road Approval: સામાન્ય નાગરિકોની રજૂઆતો-સમસ્યાઓના અસરકારક નિવારણ તરીકે ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સચોટ અને અસરકારક માધ્યમ પુરવાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ઓગસ્ટ-26 માસના રાજ્ય સ્વાગતમાં મળેલી આદિજાતિ વિસ્તારના ગ્રામીણ નાગરિકની ગામનો પાકો રસ્તો બનાવવાની રજૂઆતનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ગામના કાચા રસ્તાને મેટલ સપાટીમાંથી ડામર રોડ બનાવવાના કામો માટે 99.50 લાખ રૂપિયા મંજૂર કર્યા છે.

સ્ટેટ વાઈડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી-‘સ્વાગત’નો આ જન ફરિયાદ નિવારણ ઉપક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળથી શરૂ કરાવેલો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ એ પરંપરાને આગળ ધપાવતા દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગતમાં સ્વયં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળવા સાથે તેના યોગ્ય નિરાકરણની સૂચનાઓ પણ સંબંધિત વિભાગો-જિલ્લા તંત્રને આપતા રહે છે.

ઓગસ્ટ-26ના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના નવાગામ ધનેલાના નાગરિક શ્રી તુષારભાઈએ ભટેલા ગામના મેટલ રસ્તાનું કામ પૂરું કરી ડામર સપાટીનો પાકો રોડ બનાવી આપવા રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ માર્ગ મકાન વિભાગ અને જિલ્લા કલેકટર પાસેથી આ રસ્તાના કામ અંગે સ્વાગત દરમિયાન જ વિગતો મેળવીને પોઝિટિવ એપ્રોચ સપનાવીને આ કામ ત્રણ મહિનામાં પૂરું કરી દેવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

એટલું જ નહીં, મુખ્યમંત્રીશ્રીએ આ કામ પૂરું કરવા માટેની જરૂરી નાણાંકીય મંજૂરીઓ પણ માર્ગ મકાન વિભાગને આપીને રૂપિયા 99.50 લાખ ઈમરજન્સી ટેન્ડર રોડ અન્વયે મંજૂર કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસમસ્યાઓના નિવારણ અને લોકહિતના કામો માટે ‘જે કહેવું તે કરવું’ની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેનું સ્વયં સ્પષ્ટ ઉદાહરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના આદિજાતિ વિસ્તારના વિજયનગરના ભટેલા ગામના પાકા રસ્તાની મંજૂરી આપીને પૂરું પાડ્યું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]