Jalaram Jayanti 2026 : વીરપુરમાં જલારામ બાપાની જન્મજયંતીએ ભક્તિનો મહેરામણ, 227 કિલો બુંદીના પ્રસાદનું ભકતોને કરાયું વિતરણ

Jalaram Jayanti 2026 : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
Vivek Shah
Vivek Shah
Jalaram Jayanti 2026 જલારામ બાપાની જયંતિJalaram Jayanti 2026 જલારામ બાપાની જયંતિ

Jalaram Jayanti 2026 જલારામ બાપાની જયંતિ

Jalaram Jayanti 2026 : જલારામ બાપાની જન્મજયંતીના પાવન અવસરે સમગ્ર વીરપુર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. આ નિમિત્તે વીરપુર જાલ્યાણ ધામ ગ્રૂપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, જલારામ ભક્તો અને ભાવિક શ્રદ્ધાળુઓ જોડાયા હતા.વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રા વીરપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.

જલારામ બાપાના જયઘોષ અને ભક્તિગીતોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળાઓ અને ભક્તોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે જન્મજયંતીની ઉજવણીમાં વિશેષ આકર્ષણ ઉમેરાયું હતું.

વીરપુરમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું

આ શોભાયાત્રાનું સૌથી મોટું આકર્ષણ 227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ રહ્યું હતું. પૂજ્ય જલારામ બાપાએ આશરે 200 વર્ષ પહેલાં બુંદીના પ્રસાદ સાથે સદાવ્રતની શરૂઆત કરી હોવાની માન્યતા છે. આ પરંપરાને યાદગાર બનાવવા અને બાપાની 227મી જન્મજયંતીના અવસરે 227 કિલો બુંદીનો વિશેષ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તોને આ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જલારામ બાપાની જન્મજયંતીને લઈને વીરપુરના સ્થાનિક રહેવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ પણ શોભાયાત્રામાં જોડાઈને બાપાના દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ આ ઉજવણીમાં જોવા મળ્યો હતો.

પ્રસાદ વિતરણ કાર્યક્રમ

ડીજેના તાલે જલારામ બાપાના જયઘોષ, રાસ-ગરબાની રમઝટ અને 227 કિલો બુંદીના પ્રસાદના વિતરણથી વીરપુરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. જલારામ બાપાના સેવાભાવ અને સદાવ્રતની પરંપરાને યાદ કરતી આ ઉજવણીએ ભક્તોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જગાવ્યો હતો. આમ, જલારામ બાપાની 227મી જન્મજયંતી નિમિત્તે વીરપુરમાં યોજાયેલી ભવ્ય શોભાયાત્રા અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ આસ્થાનો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.

આ પણ વાંચો : Gujarat BJP : SIR મુદ્દે ભાજપ યુવા મોરચાનું મેગા અભિયાન, ટાઉનહોલ કાર્યક્રમ દ્વારા નાગરિકો સુધી પહોંચશે ભાજપના યુવાનો