Bhavnagar માં સહકાર ભારતીની જિલ્લા બેઠક યોજાઈ, સહકારી ક્ષેત્રને વેગ આપવાનો સંકલ્પ



Sahakar Bharati Bhavnagar District Meeting
Bhavnagar માં સહકાર ભારતીની જિલ્લા બેઠક યોજાઈ, સહકારી ક્ષેત્રને વેગ આપવાનો સંકલ્પ



Sahakar Bharati Bhavnagar District Meeting
Bhavnagar : અપેક્ષિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સહકારી ક્ષેત્રના વિકાસ, આગામી કામગીરી અને વિવિધ પ્રકોષ્ઠની રચના સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનો પ્રારંભ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સહકાર ભારતી ભાવનગર જિલ્લા મહિલા પ્રમુખ શ્રદ્ધાબેન ચૌહાણ દ્વારા સહકાર ગીત રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ, મહેમાનો અને કાર્યકર્તાઓનું સહકાર ભારતી ભાવનગર જિલ્લા પ્રમુખ મહેશભાઈ મોરી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
સહકાર ક્ષેત્રે નવી દિશા માટે ભાવનગરમાં બેઠક
આ પ્રસંગે સહકાર ભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી જયંતીભાઈ કેવટ, ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ ઝાંઝડીયા, નાગરિક બેંકના ચેરમેન ધર્મેન્દ્રભાઈ મહેતા, માર્કેટિંગ યાર્ડ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, મિલનસિંહ પરમાર, સહકાર ભારતી ભાવનગર જિલ્લા મંત્રી કે. આર. જેઠવા, જિલ્લા રજિસ્ટ્રાર તથા અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓનું સહકારિતા પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પ્રતિનિધિઓ વચ્ચે પરસ્પર સંકલન અને સહકાર વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સંયોજક-સહ સંયોજકોની નિમણૂંક
સહકાર ભારતી ભાવનગર જિલ્લાના પ્રમુખ મહેશભાઈ મોરીએ સહકાર ક્ષેત્રમાં સહકાર ભારતી દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આગામી સમયમાં ભાવનગર જિલ્લામાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને વિશેષ કામગીરી હાથ ધરવા અંગેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પ્રદેશ મહામંત્રી જયંતીભાઈ કેવટે વિવિધ પ્રકોષ્ઠોની રચના અને તેની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિચારને કેન્દ્રમાં રાખીને સહકારી ક્ષેત્રમાં વધુ અસરકારક કામગીરીનું આયોજન કરવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યકર્તાઓને અપાયું માર્ગદર્શન
બેઠકના મહત્વના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં સહકારી ક્ષેત્રે કાર્યરત વિવિધ પ્રકોષ્ઠ માટે સંયોજક અને સહ-સંયોજકોની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ જવાબદારીઓ દ્વારા જિલ્લામાં સહકારી પ્રવૃત્તિઓને વધુ વ્યવસ્થિત રીતે આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. બેઠકમાં સહકારી ક્ષેત્રના વિકાસ માટે એકતા, સંગઠન અને અસરકારક કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. સહકાર ભારતીની ભાવનગર જિલ્લા ટીમ આગામી સમયમાં સહકારી ક્ષેત્રમાં વધુ સક્રિય કામગીરી કરી ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા માટે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





