Get News Alerts

Never miss breaking news updates.

Rajkot Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જનને લઈને રાજકોટ મનપા સજ્જ, શહેરમાં 6 સ્થળોએ ખાસ વ્યવસ્થા; ફાયર વિભાગના જવાનો રહેશે તૈનાત

Rajkot Ganesh Visarjan 2026: ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ગણેશજીની મૂર્તિના વિસર્જનને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ બન્યું છે. રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં કુલ 6 સ્થળો નક્કી કરવામાં આવ્યા...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 07:01 PM IST
Rajkot Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જનને લઈને રાજકોટ મનપા સજ્જ, શહેરમાં 6 સ્થળોએ ખાસ વ્યવસ્થા; ફાયર વિભાગના જવાનો રહેશે તૈનાતRajkot Ganesh Visarjan 2026: ગણેશ વિસર્જનને લઈને રાજકોટ મનપા સજ્જ, શહેરમાં 6 સ્થળોએ ખાસ વ્યવસ્થા; ફાયર વિભાગના જવાનો રહેશે તૈનાત

Rajkot Ganesh Visarjan 2026

Rajkot Ganesh Visarjan 2026: ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ગણેશજીની મૂર્તિના વિસર્જનને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ બન્યું છે. રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં કુલ 6 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં ગણેશ મૂર્તિના વિસર્જન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. મનપા દ્વારા આજી ડેમમાં ખાણ નંબર 1, ખાણ નંબર 2 અને ચેકડેમ, ઉપરાંત ન્યારી-1, પાળ ગામ ખાતે જખરાપીર દરગાહ પાસે તેમજ કાલાવડ રોડ પર બાલાજી વેફર્સ સામે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે.

દરેક સ્થળે 20થી વધુ ફાયર જવાનો તૈનાત

ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક વિસર્જન સ્થળે ફાયર વિભાગના 20થી વધુ જવાનો તૈનાત રહેશે. સાથે જ સ્થળ પર ઉચ્ચ અધિકારીઓની હાજરી પણ રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે રેસ્ક્યુ બોટ સહિત જરૂરી સાધનો પણ વિસર્જન સ્થળો પર ઉપલબ્ધ રાખવામાં આવશે.

જોખમી સ્થળોએ વિસર્જન ન કરવા અપીલ

રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે ગણેશ મૂર્તિના વિસર્જન માટે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા સુરક્ષિત સ્થળોનો જ ઉપયોગ કરવામાં આવે. આ ઉપરાંત અન્ય કોઈપણ જોખમી કે ઊંડા પાણીવાળી જગ્યાએ ગણેશ વિસર્જન ન કરવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. વિસર્જન દરમિયાન લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]