Get News Alerts

Never miss breaking news updates.

મોરબી LCBની મોટી કાર્યવાહીઃ માળિયામાં દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ!

Morbi LCB Liquor Factory: મોરબી LCB ટીમે માળિયાના મોટા દહીંસરા ગામે મોટી કાર્યવાહી કરીને દારૂ બનાવતી કથિત ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. LCBએ ગામમાં આવેલા બે મકાનમાં દરોડા પાડતાં મોટી માત્રામાં...
R Gajjar
R GajjarUpdated on: 07 Sep 2026 07:40 PM IST
મોરબી LCBની મોટી કાર્યવાહીઃ માળિયામાં દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ!મોરબી LCBની મોટી કાર્યવાહીઃ માળિયામાં દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ!

Morbi LCB Liquor Factory

Morbi LCB Liquor Factory: મોરબી LCB ટીમે માળિયાના મોટા દહીંસરા ગામે મોટી કાર્યવાહી કરીને દારૂ બનાવતી કથિત ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. LCBએ ગામમાં આવેલા બે મકાનમાં દરોડા પાડતાં મોટી માત્રામાં કેમિકલ, ખાલી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

બે મકાનમાં દરોડો, મોટો મુદ્દામાલ કબજે

પોલીસની કાર્યવાહી દરમિયાન બંને મકાનમાંથી આશરે 400 લીટર આલ્કોહોલ જેવું કેમિકલ મળી આવ્યું હતું. આ ઉપરાંત 1,400 જેટલી ખાલી દારૂની બોટલો, બુચ, બ્લેન્ડર અને દારૂની બોટલો પર લગાડવાના સ્ટીકર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

દારૂનું વેચાણ થાય તે પહેલાં જ પોલીસે ઝડપી લીધો જથ્થો

પોલીસ તપાસ મુજબ આ સ્થળે દારૂ તૈયાર કરી બોટલમાં ભરવાની અને ત્યારબાદ તેનું વેચાણ કરવાની કથિત રીતે તૈયારી કરવામાં આવી રહી હતી. જોકે દારૂનો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ LCBની ટીમે દરોડો પાડી સમગ્ર મુદ્દામાલ કબજે કરી લીધો હતો.

છ આરોપીઓની ધરપકડ

આ સમગ્ર મામલે પોલીસે અજયસિંહ ભાવુભા જાડેજા, મહેશ ઉર્ફે મુન્નો કાંજિયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો સિંધવ અને વિક્રમ ધંધુકીયાની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. દારૂ બનાવવાના આ કથિત નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]