Get News Alerts

Never miss breaking news updates.

Rajkot Civil Hospital ની ગંભીર બેદરકારી? મૃતદેહની અદલાબદલીની તપાસનો ધમધમાટ શરૂ કરાયો

Rajkot Civil Hospital માં મૃતદેહની અદલાબદલીનો ગંભીર મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 30 Sep 2026 03:50 PM IST
Rajkot Civil Hospital ની ગંભીર બેદરકારી? મૃતદેહની અદલાબદલીની તપાસનો ધમધમાટ શરૂ કરાયોRajkot Civil Hospital ની ગંભીર બેદરકારી? મૃતદેહની અદલાબદલીની તપાસનો ધમધમાટ શરૂ કરાયો

Rajkot Civil Hospital

Rajkot Civil Hospital : સમગ્ર ઘટનાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક કમલસિંહ ડોડીયાએ નિવેદન આપ્યું છે. તેમણે ઘટનાને ખૂબ જ ગંભીર અને દુઃખદ ગણાવી હતી અને મૃતદેહની અદલાબદલી કયા કારણોસર થઈ તે જાણવા માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

કમલસિંહ ડોડીયાના જણાવ્યા પ્રમાણે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના અસામાન્ય પરિસ્થિતિમાં બની હોવાનું સામે આવ્યું છે. મૃતદેહોની ઓળખ અને સોંપણી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં કોઈ પ્રકારની ભૂલ કે બેદરકારી થઈ છે કે કેમ તે અંગે હવે વિગતવાર તપાસ કરવામાં આવશે.

ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે

મૃતદેહની અદલાબદલી પાછળ ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે તપાસ કમિટી દ્વારા સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવશે. મૃતદેહ હોસ્પિટલમાં કઈ પ્રક્રિયા હેઠળ રાખવામાં આવ્યો હતો, તેની ઓળખ કેવી રીતે કરવામાં આવી હતી અને પરિવારજનોને મૃતદેહ સોંપતી વખતે કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી જેવા વિવિધ પાસાઓની તપાસ થવાની શક્યતા છે. સિવિલ અધિક્ષક કમલસિંહ ડોડીયાએ વધુમાં જણાવ્યું હતું કે મૃતદેહની અદલાબદલીમાં કોઈ ગુનાહિત બેદરકારી થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

એટલે કે માત્ર વહીવટી ભૂલ થઈ હતી કે પછી કોઈ ગંભીર બેદરકારી જવાબદાર હતી તે બાબત તપાસ બાદ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

SOPમાં કયા પ્રકારની નવી વ્યવસ્થા કરવામાં આવે છે તેના પર પણ નજર

મૃતદેહની ઓળખ, સંગ્રહ અને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે નવી SOP તૈયાર કરવામાં આવશે. મૃતદેહની અદલાબદલી જેવી ઘટના પરિવારજનો માટે અત્યંત સંવેદનશીલ અને દુઃખદ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં મૃતદેહની યોગ્ય ઓળખ અને પરિવારજનોને સોંપતા પહેલાં જરૂરી ચકાસણી કરવી મહત્વપૂર્ણ બની જાય છે.

હાલ સમગ્ર મામલે તપાસ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન ઘટનાના કારણો તેમજ જવાબદારી નક્કી કરવામાં આવશે. જો કોઈ પ્રકારની બેદરકારી કે નિયમોના ભંગની વિગતો સામે આવશે તો તે અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષકના નિવેદન બાદ હવે તપાસ કમિટીનો અહેવાલ મહત્વનો બનશે. આ સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવનાર SOPમાં કયા પ્રકારની નવી વ્યવસ્થા કરવામાં આવે છે તેના પર પણ નજર રહેશે.

આ પણ વાંચો : Gujarat DySP Promotion : પોલીસ વિભાગમાં બઢતીનો ધમાકો, 6 DYSP ને SP કક્ષાએ પ્રમોશન

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે