Porbandar-Rajkot હાઈવે પર બાઈક સ્ટંટ કરનારા બે શખ્સો સામે પોલીસની કાર્યવાહી

Porbandar-Rajkot High Way: પોરબંદર-રાજકોટ હાઈવે પર જાહેર માર્ગ પર બાઈકથી જોખમી સ્ટંટ કરનારા બે ઈસમો સામે પોરબંદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Kunjan ShuklaUpdated on: 29 Oct 2026 09:44 PM IST
Porbandar-Rajkot હાઈવે પર બાઈક સ્ટંટ કરનારા બે શખ્સો સામે પોલીસની કાર્યવાહીPorbandar-Rajkot હાઈવે પર બાઈક સ્ટંટ કરનારા બે શખ્સો સામે પોલીસની કાર્યવાહી

Porbandar-Rajkot High Way

Porbandar-Rajkot High Way: પોરબંદર-રાજકોટ હાઈવે પર જાહેર માર્ગ પર બાઈકથી જોખમી સ્ટંટ કરનારા બે ઈસમો સામે પોરબંદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર બાઈક સ્ટંટના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસના આધારે બંને સ્ટંટબાજોને રાણાવાવમાંથી શોધી કાઢ્યા હતા.

પોરબંદર પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી

મળતી માહિતી મુજબ, પોરબંદર–રાજકોટ હાઈવે પર બે બાઈકચાલકો જોખમી રીતે સ્ટંટ કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જાહેર માર્ગ પર આ પ્રકારના સ્ટંટથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવને જોખમ ઊભું થઈ શકે છે. આવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પોરબંદર પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બંને બાઈકચાલકો અંગે માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમે કાર્યવાહી કરીને તેમને રાણાવાવમાંથી શોધી કાઢ્યા હતા. બંને ઈસમો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વાલીઓએ પણ સાવચેતી રાખવી જરૂરી

આ કેસમાં એક મહત્વની બાબત એ પણ સામે આવી છે કે બાઈક સ્ટંટ કરનારાઓમાંથી એક સગીર વયનો હતો. સગીરને બાઈક ચલાવવા માટે આપવાના મામલે તેના પિતા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. સગીર વયના બાળકોને વાહન ચલાવવા આપવાથી રસ્તા પર ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. આથી વાલીઓએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. પોલીસની આ કાર્યવાહીથી જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ કરનારા લોકોમાં કાયદાનો ભય ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે બાઈક પર જોખમી કરતબો કરતા યુવાનો માટે આ ઘટના ચેતવણીરૂપ છે. પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને જાહેર રસ્તા પર જોખમી સ્ટંટ ન કરવા અપીલ કરવામાં આવે છે. આવા કૃત્યોથી પોતાનો જ નહીં, પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચો: Gujarat: ગુજરાતને મળશે બે નવી ટ્રેનની ભેટ, PM મોદી સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી મેમુને આપશે લીલી ઝંડી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.