Surat Bogus Doctor: ડીંડોલીમાં બોગસ ડોક્ટરો સામે મેગા રેડ, ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 9 તબીબો ઝડપાયા


Surat Bogus Doctor
Surat Bogus Doctor: ડીંડોલીમાં બોગસ ડોક્ટરો સામે મેગા રેડ, ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 9 તબીબો ઝડપાયા


Surat Bogus Doctor
Surat Bogus Doctor: સુરતના ડીંડોલી વિસ્તારમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ તબીબો સામે સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. આ મેગા રેડ દરમિયાન કુલ 9 બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન ક્લિનિકમાંથી રૂપિયા 95,000થી વધુની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે.
આરોગ્ય વિભાગની ટીમે અલગ-અલગ ક્લિનિકમાં દરોડા પાડ્યા
મળતી માહિતી અનુસાર, ડીંડોલી વિસ્તારમાં કેટલાક લોકો જરૂરી તબીબી લાયકાત વિના ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ ડમી પેશન્ટ મોકલીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવતાં SOG અને આરોગ્ય વિભાગની ટીમે અલગ-અલગ ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પકડાયેલા શંકાસ્પદ તબીબોમાં કેટલાક માત્ર ધોરણ 12 સુધી ભણેલા હોવાનું, જ્યારે કેટલાકે ઈલેક્ટ્રોપેથીનો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી
કેટલાક વ્યક્તિઓ અગાઉ કમ્પાઉન્ડર અથવા નર્સ તરીકે કામ કરતા હોવા છતાં ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. દરોડા દરમિયાન વિવિધ ક્લિનિકમાંથી રૂપિયા 95,000થી વધુની દવાઓ અને તબીબી સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિઓ પાસે દર્દીઓની સારવાર કરવા માટે જરૂરી માન્ય લાયકાત અને પરવાનગી હતી કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નવેય શંકાસ્પદ તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લિનિકમાં થતી સારવાર, દવાઓના ઉપયોગ અને જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ડિગ્રી વગર તબીબી વ્યવસાય ચલાવવાના આક્ષેપોને પગલે વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે. આરોગ્ય વિભાગની આ સંયુક્ત કાર્યવાહીથી અન્ય ગેરકાયદે ક્લિનિક ચલાવતા લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Gandhinagar News: પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોની મુક્તિ માટે રજૂઆત, મંત્રી પરસોતમ સોલંકી આગેવાનો સાથે મુખ્યમંત્રીને મળ્યા





