નવસારી રેલવે મુસાફરો માટે સારા સમાચાર, બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસને મળશે સ્ટોપેજ



Navsari Railway Station Express Train Stop
નવસારી રેલવે મુસાફરો માટે સારા સમાચાર, બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસને મળશે સ્ટોપેજ



Navsari Railway Station Express Train Stop
Navsari Railway Station Express Train Stop: નવસારી રેલવે સ્ટેશનના મુસાફરો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. નવસારીમાં વધુ એક એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવાની મંજૂરી મળી છે. બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસ ટ્રેન હવે નવસારી રેલવે સ્ટેશન પર પણ ઉભી રહેશે. ટ્રેન નંબર 22933/22934ના નવસારી સ્ટોપેજને રેલવે મંત્રાલય દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ નિર્ણયથી નવસારી અને આસપાસના વિસ્તારોના મુસાફરોને લાંબા અંતરની મુસાફરી માટે વધુ એક મહત્વપૂર્ણ રેલવે વિકલ્પ ઉપલબ્ધ થશે.

સી.આર. પાટીલની રજૂઆતને મળી સફળતા
નવસારીના મુસાફરો માટે બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસને સ્ટોપેજ આપવાની માંગને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનના નવસારી સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંજૂરી પત્ર દ્વારા જાણકારી આપી છે.
નવસારીના મુસાફરોને મળશે સીધો લાભ
બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસને નવસારીમાં સ્ટોપેજ મળતા નવસારી સહિત આસપાસના વિસ્તારોના મુસાફરોને ખાસ કરીને મુંબઈ, રાજસ્થાન અને ઉત્તર ભારત તરફની મુસાફરીમાં સુવિધા મળશે. નવસારી રેલવે સ્ટેશન પર વધુ એક મહત્વપૂર્ણ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળવાથી સ્થાનિક મુસાફરો માટે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની શક્યતા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





