નવસારીમાં LCBની મોટી કાર્યવાહી, 855 બોટલ વિદેશી દારૂ સાથે બોલેરો પિકઅપ ઝડપાઈ



Navsari LCB Liquor Seizure
નવસારીમાં LCBની મોટી કાર્યવાહી, 855 બોટલ વિદેશી દારૂ સાથે બોલેરો પિકઅપ ઝડપાઈ



Navsari LCB Liquor Seizure
Navsari LCB Liquor Seizure: ગણેશોત્સવના તહેવારોને ધ્યાનમાં રાખીને દારૂની ગેરકાયદેસર હેરાફેરી પર અંકુશ મેળવવા નવસારી LCB દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCBની ટીમે બોરીયાચ ટોલનાકા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
સુરત રેન્જ IG પ્રેમ વીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ LCB PI વી.જે. જાડેજા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન વોચમાં શંકાસ્પદ રીતે પસાર થતી એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીને પોલીસે અટકાવી હતી. પોલીસે ગાડી નંબર MH-41-AU-6459ની તપાસ કરતા તેમાંથી પાસ-પરમિટ વગરનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં વ્હિસ્કી અને વોડકાની કુલ 855 બોટલો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે દારૂના જથ્થાની કિંમત રૂ. 2,74,500 હોવાનું જણાવ્યું છે. જ્યારે દારૂનો જથ્થો અને બોલેરો પિકઅપ સહિત કુલ રૂ. 9,79,500નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ગાડીના ચાલક ઇશારામ ઉર્ફે ઇશ્વર કાલારામ ભીલ, રહે. જાલોર, રાજસ્થાનની અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ભરાવી આપનાર અને સુરત-પલસાણા સુધી દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર તરીકે નરેશકુમાર ઉર્ફે રમેશ સરદારારામ પુરોહિતનું નામ સામે આવ્યું છે. તેને તેમજ બોલેરો ગાડીના માલિકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





