Get News Alerts

Never miss breaking news updates.

મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ, નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી કામગીરી ઠપ

Revenue Employees Strike Gujarat: નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં આજે મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ થતાં સરકારી કામકાજ પર ગંભીર અસર જોવા મળી છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા...
R Gajjar
R GajjarUpdated on: 07 Oct 2026 03:33 PM IST
મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ, નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી કામગીરી ઠપમહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ, નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી કામગીરી ઠપ

Revenue Employees Strike Gujarat

Revenue Employees Strike Gujarat: નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં આજે મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ થતાં સરકારી કામકાજ પર ગંભીર અસર જોવા મળી છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાની 14 પડતર માંગણીઓને લઈને સરકાર સામે રાજ્યવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવ્યું છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, અગાઉ પોતાની માંગણીઓને લઈને આવેદનપત્ર, કાળી પટ્ટી ધારણ કરવી અને માસ સી.એલ. જેવા વિરોધના તબક્કા હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, સરકાર સાથે તબક્કાવાર બેઠકો અને ચર્ચાઓ બાદ પણ યોગ્ય ઉકેલ ન આવતા હવે કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે.

14 પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ અડગ

મહેસૂલી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગોની બિનજરૂરી કામગીરી દૂર કરવી, નાયબ મામલતદારોની સિનિયોરીટી યાદીમાં સુધારો કરવો તેમજ બઢતી અને બદલીના પ્રશ્નોનો ઉકેલ લાવવો સહિતની કુલ 14 માંગણીઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓનું કહેવું છે કે આ માંગણીઓ લાંબા સમયથી પડતર છે અને સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંતોષકારક ઉકેલ આવ્યો નથી.

મામલતદાર કચેરીથી જનસેવા કેન્દ્ર સુધી અસર

અનિશ્ચિત મુદતની હડતાળના કારણે નવસારી સહિત રાજ્યભરની મામલતદાર કચેરીઓ, જનસેવા કેન્દ્રો અને ગ્રામ્ય સ્તરે ચાલતી વિવિધ મહેસૂલી સેવાઓ પર અસર પડી છે. કચેરીઓમાં કર્મચારીઓની ગેરહાજરીને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આવકના દાખલા, જમીન-મહેસૂલ સંબંધિત કામગીરી અને અન્ય સરકારી કાગળો માટે દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા સામાન્ય અને ગરીબ અરજદારો પરેશાન બન્યા છે.

માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય

મહેસૂલી કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની પડતર માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલનમાંથી પીછેહઠ કરવામાં આવશે નહીં. હવે મહેસૂલી કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ વચ્ચે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને સામાન્ય જનતાને પડતી હાલાકી દૂર કરવા માટે ક્યારે કોઈ ઉકેલ આવે છે, તેના પર સૌની નજર છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]