Bilimora સ્ટેશન વિસ્તારમાં ગાદલાની દુકાનમાં આગ, બાજુની મેડિકલ સ્ટોર પણ ઝપેટમાં



Bilimora Shop Fire
Bilimora સ્ટેશન વિસ્તારમાં ગાદલાની દુકાનમાં આગ, બાજુની મેડિકલ સ્ટોર પણ ઝપેટમાં



Bilimora Shop Fire
Bilimora Shop Fire: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં સ્ટેશન વિસ્તારમાં આવેલી ગાદલાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં આવેલી મેડિકલ સ્ટોર પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી.
આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી
ગાદલાની દુકાનમાં આગ લાગ્યા બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ઝડપથી ફેલાતાં નજીકની મેડિકલ સ્ટોરને પણ અસર થઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો
ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આગને કારણે દુકાનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની આશંકા છે. પ્રાથમિક અનુમાન મુજબ લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. જોકે, નુકસાનની ચોક્કસ રકમ અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને ઘટનામાં થયેલા નુકસાનની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




