Navsari Chikoo Farm : નવસારીના અમલસાડી ચીકુના પાક પર હવામાનનો માર! માત્ર 20થી 25 ટકા ઉત્પાદનની આશંકાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા


Navsari Chikoo Farm નવસારીના અમલસાડી ચીકુ પર હવામાનનો માર
Navsari Chikoo Farm : નવસારીના અમલસાડી ચીકુના પાક પર હવામાનનો માર! માત્ર 20થી 25 ટકા ઉત્પાદનની આશંકાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા


Navsari Chikoo Farm નવસારીના અમલસાડી ચીકુ પર હવામાનનો માર
Navsari Chikoo Farm : જોકે, આ વર્ષે અનિયમિત હવામાન, કમોસમી વરસાદ અને વધતી ગરમીના કારણે ચીકુ ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વચ્ચે સમગ્ર ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે જૂન-જુલાઈ બાદ વરસાદની અનિયમિતતા અને ઓગસ્ટ મહિનાથી જ ચોમાસાની સ્થિતિ વહેલી પૂર્ણ થઈ જવાની અસર ચીકુના પાક પર પડી છે. એપ્રિલ-મે મહિનામાં પડેલી અસહ્ય ગરમીને કારણે ચીકુના ઝાડ પર આવેલા ફૂલો ખરી પડ્યા હતા. ત્યારબાદ પણ હવામાન અનુકૂળ ન રહેતાં ફળોના વિકાસ પર વિપરીત અસર જોવા મળી રહી છે.
ખાતર-દવાના ખર્ચ કાઢવા પણ મુશ્કેલ
હાલમાં પણ 35થી 37 ડિગ્રી સુધીનું ઊંચું તાપમાન રહેતાં ચીકુના નાના ફળોના વિકાસમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઠંડીનો અભાવ અને વધતી ગરમીને કારણે જીવાતોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરિણામે નાના ચીકુ ઝાડ પર જ બળી જતાં ખરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે આ વર્ષે માત્ર 20થી 25 ટકા જેટલું જ ઉત્પાદન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, બજારમાં ચીકુના સારા ભાવ મળી રહ્યા હોવા છતાં ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતોને તેનો પૂરતો લાભ મળી રહ્યો નથી.
ખાસ કરીને ઉત્તર ભારતમાં થતી ચીકુની નિકાસ પર પણ ઓછી આવકની અસર પડી છે. ખેડૂત આગેવાનો આગામી ફેબ્રુઆરી-માર્ચના પાકને લઈને પણ ચિંતિત છે. જો તે સમયે પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે તો ખેડૂતોને પ્રતિ મણ માત્ર રૂ. 250થી 300 જેટલો ભાવ મળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાનના પલટાથી અમલસાડી ચીકુનો પાક સંકટમાં
ઉત્પાદનમાં ઘટાડો અને ખેતીના ખર્ચમાં સતત વધારો થવાથી ખેડૂતોનું વર્ષભરનું આર્થિક આયોજન ખોરવાઈ ગયું છે. ખાતર, દવા અને અન્ય ખેતી ખર્ચની રકમ કાઢવી પણ મુશ્કેલ બની રહી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં નવસારીના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. ખાતર અને દવાઓ પર યોગ્ય સબસિડી આપવા ઉપરાંત ચીકુ અને કેરી જેવા બાગાયતી પાકને પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં આવરી લેવાની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા 15 વર્ષથી આ માંગ પડતર છે. કુદરતી આફતો અને હવામાનના ફેરફાર સામે બાગાયતી પાકને પણ વીમા સુરક્ષા મળે તેવી તેમની અપેક્ષા છે. હવે સરકાર ખેડૂતોની આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.




