Becharaji APMC Election: બહુચરાજી APMCના ચેરમેન તરીકે વિજય પટેલની બીજીવાર વરણી, વાઈસ ચેરમેન બન્યા સમુબેન દેસાઈ


Becharaji APMC Election Vijay Patel
Becharaji APMC Election: બહુચરાજી APMCના ચેરમેન તરીકે વિજય પટેલની બીજીવાર વરણી, વાઈસ ચેરમેન બન્યા સમુબેન દેસાઈ


Becharaji APMC Election Vijay Patel
Becharaji APMC Election: બહુચરાજી APMCમાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે વિજય પટેલની બીજીવાર વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે સમુબેન દેસાઈની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ બહુચરાજી APMCમાં નવા હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
વાઈસ ચેરમેનના નામને લઈને મામલો જટીલ બન્યો હતો
ચૂંટણી પહેલા ચેરમેન અને વાઈસ ચેરમેન પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. ભાજપ દ્વારા ચેરમેન પદ માટે વિજય પટેલને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જેના પગલે ચેરમેન તરીકે તેમની પસંદગીનો માર્ગ મોકળો થયો હતો. વિજય પટેલ અગાઉ પણ આ પદ પર રહી ચૂક્યા છે અને હવે બીજીવાર તેમને ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, વાઈસ ચેરમેન પદ માટે ઉમેદવારના નામને લઈને મામલો ગૂંચવાયો હતો. આ પદ માટે કોની પસંદગી કરવી તે મુદ્દે આંતરિક ખેંચતાણ અને ચર્ચાઓ શરૂ થઈ હતી. વાઈસ ચેરમેનના નામને લઈને મામલો વધુ જટીલ બનતાં રાજકીય સ્તરે હલચલ જોવા મળી હતી.
ધારાસભ્યની મધ્યસ્થી બાદ મામલો ઉકેલાયો
આ દરમિયાન સ્થાનિક ધારાસભ્યએ હસ્તક્ષેપ કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ધારાસભ્યની મધ્યસ્થી બાદ વાઈસ ચેરમેન પદ માટે સમુબેન દેસાઈના નામ પર સહમતી સધાઈ હતી. આખરે સમુબેન દેસાઈની વાઈસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બહુચરાજી APMCમાં તમામ સભ્યો ભાજપના વિજેતા છે. તેમ છતાં વાઈસ ચેરમેન પદની પસંદગીને લઈને ઊભા થયેલા મતભેદોએ રાજકીય ચર્ચા જગાવી હતી. હવે વિજય પટેલ અને સમુબેન દેસાઈની નવી ટીમ સામે APMCના વહીવટ અને ખેડૂતોના હિતમાં કામ કરવાની જવાબદારી રહેશે.
આ પણ વાંચો: Harsh Sanghavi Vansda: વાંસદામાં હર્ષ સંઘવીનો સવાલ, સીધો લાભ આપતી સરકાર જોઈએ?





