Harsh Sanghavi Vansda: વાંસદામાં હર્ષ સંઘવીનો સવાલ, સીધો લાભ આપતી સરકાર જોઈએ?


Harsh Sanghavi addressing public gathering at Vansda વાંસદા હર્ષ સંઘવી
Harsh Sanghavi Vansda: વાંસદામાં હર્ષ સંઘવીનો સવાલ, સીધો લાભ આપતી સરકાર જોઈએ?


Harsh Sanghavi addressing public gathering at Vansda વાંસદા હર્ષ સંઘવી
Harsh Sanghavi Vansda: નવસારી જિલ્લાના વાંસદામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધિત કરતાં સરકારની કામગીરી અને સરકારી યોજનાઓના લાભ અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે લોકોને પૂછ્યું હતું કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે જનતાના ખભાનો ઉપયોગ કરતી સરકાર જોઈએ કે પછી લોકોના આંગણે વિકાસ પહોંચાડતી સરકાર જોઈએ?
અગાઉ સહાય માટે કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે અગાઉ વડીલોને સરકારી સહાયની રકમ મેળવવા માટે નેતાઓ અને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. અનેક વખત સહાય મેળવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. જ્યારે હવે સરકારી યોજનાઓ હેઠળ મળતી સહાયની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે અને તેના માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી.
“તમારે કેવું શાસન જોઈએ?”
લોકોને સંબોધતાં તેમણે સવાલ કર્યો કે શું એવું શાસન જોઈએ જેમાં સામાન્ય લોકોને સરકારી લાભ મેળવવા માટે ધક્કા ખાવા પડે અથવા રાજકીય સ્વાર્થ માટે તેમનો ઉપયોગ થાય? કે પછી એવું શાસન જોઈએ જેમાં કોઈપણ ધક્કા વિના સીધો લાભ લોકોના બેંક ખાતામાં પહોંચે?
તેમણે વધુમાં લોકોને પૂછ્યું હતું કે શું એવા નેતાઓ જોઈએ છે, જે જનતાના ખભાનો ઉપયોગ કરીને પોતાની રાજનીતિ ચમકાવવાની અને પોતાને મહાન સાબિત કરવાની કોશિશ કરે? વાંસદામાં હર્ષ સંઘવીના આ નિવેદનને પગલે તેમનું સંબોધન ચર્ચામાં આવ્યું છે.
આ પણ વાંચો : Pithvadi News: પીઠવડી ગ્રામ પંચાયતમાં RTI માહિતી માંગવા મામલે મારામારી





