Get News Alerts

Never miss breaking news updates.

Unjha ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા સુકાની, પૂર્વ IAS મહેન્દ્ર પટેલની સર્વાનુમતે વરણી

Umiya Mataji Sansthan New President: વિશ્વભરના કડવા પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાને નવા પ્રમુખ મળ્યા છે. સંસ્થાનની 4 ઓક્ટોબર, 2026ના રોજ ઉમેશ્વર હોલ ખાતે મળેલી કારોબારી...
R Gajjar
R GajjarUpdated on: 04 Oct 2026 03:17 PM IST
Unjha ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા સુકાની, પૂર્વ IAS મહેન્દ્ર પટેલની સર્વાનુમતે વરણીUnjha ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા સુકાની, પૂર્વ IAS મહેન્દ્ર પટેલની સર્વાનુમતે વરણી

Umiya Mataji Sansthan New President

Umiya Mataji Sansthan New President: વિશ્વભરના કડવા પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાને નવા પ્રમુખ મળ્યા છે. સંસ્થાનની 4 ઓક્ટોબર, 2026ના રોજ ઉમેશ્વર હોલ ખાતે મળેલી કારોબારી બેઠકમાં પૂર્વ IAS અધિકારી અને સંસ્થાનના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ એસ. પટેલની નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

અન્ય હોદ્દેદારોની પણ વરણી

કારોબારી બેઠકમાં સંસ્થાનના અન્ય હોદ્દેદારો અંગે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ઉમિયા માતાજી સિદસરના પ્રમુખ અને દાતા મૌલેશભાઈ ઉકાણીને ઉપપ્રમુખ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે ઉમિયા ધામ અંબાજીના નામકરણ દાતા બાબુભાઈ કે. પટેલ (જય સોમનાથ JSIW, ખોરજ)ની પણ ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સંસ્થાનના સક્રિય સહમંત્રી મુકેશભાઈ એ. પટેલને માનદ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

લક્ષચંડી મહાયજ્ઞમાં મહેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા

નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રભાઈ એસ. પટેલ સંસ્થાન દ્વારા વર્ષ 2009માં આયોજિત ‘18મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ’ અને વર્ષ 2019માં યોજાયેલા ઐતિહાસિક ‘લક્ષચંડી મહાયજ્ઞ’માં પ્રોજેક્ટ ચેરમેન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેઓ આયોજન અને માઇક્રો પ્લાનિંગમાં કુશળતા ધરાવે છે.

બેઠકના અંતે કારોબારી સભ્યોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રભાઈ એસ. પટેલે જણાવ્યું હતું કે સૌના સહયોગથી સંસ્થાનની ધાર્મિક અને સામાજિક ઉત્કર્ષની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.

કારોબારી બેઠકમાં લેવાયો નિર્ણય

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની કારોબારી બેઠકમાં પ્રમુખપદ ઉપરાંત અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ સભ્યોની વરણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ (ખોરજ)ની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીજા ઉપપ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીને યથાવત રાખીને રીપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંસ્થાનના માનદ મંત્રી તરીકે મુકેશ એ. પટેલ (બડુ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]