AMRUT 2.0 Gujarat : ગુજરાતમાં AMRUT 2.0ની મોટી સફળતા, ₹4,832 કરોડનાં 497 વિકાસકાર્યો પૂર્ણ


AMRUT 2.0 Gujarat 78 તળાવોના નવીનીકરણથી શહેરી સુવિધાઓનો વ્યાપ વધ્યો
AMRUT 2.0 Gujarat : ગુજરાતમાં AMRUT 2.0ની મોટી સફળતા, ₹4,832 કરોડનાં 497 વિકાસકાર્યો પૂર્ણ


AMRUT 2.0 Gujarat 78 તળાવોના નવીનીકરણથી શહેરી સુવિધાઓનો વ્યાપ વધ્યો
AMRUT 2.0 Gujarat : આ કામગીરીના પરિણામે લાખો શહેરી નાગરિકોને નવી સુવિધાઓનો લાભ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં શહેરી માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધારવાની કામગીરી આગળ વધી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા AMRUT 2.0 એટલે કે અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0ની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં નાગરિકોને ઘર સુધી નળ દ્વારા પાણીની સુવિધા પૂરી પાડવાનો તેમજ 31 અમૃત શહેરોમાં ગટર જોડાણની વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે.
પાણી પુરવઠા ક્ષેત્રે 2.72 લાખથી વધુ નળ જોડાણો
રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રે ₹2,937 કરોડનાં 224 કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ કામગીરી હેઠળ 539 MLD પાણી શુદ્ધિકરણ ક્ષમતા વિકસાવવામાં આવી છે. સાથે જ 1,366 લાખ લિટરની પાણી સંગ્રહ ક્ષમતા અને 2,128 કિલોમીટર લાંબું પાણી વિતરણ પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 2.72 લાખથી વધુ નવાં ઘરેલુ નળ જોડાણો આપવામાં આવ્યાં છે. જેના કારણે અંદાજે 23.87 લાખ નાગરિકોને લાભ મળ્યો છે.
31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ₹1,500 કરોડનાં 77 કામો પૂર્ણ થયાં છે. આ પ્રોજેક્ટ્સના પરિણામે ગંદા પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં 162 MLDનો વધારો થયો છે. સાથે જ 931 કિલોમીટર ગટર નેટવર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 1.03 લાખથી વધુ નવાં ઘરેલુ ગટર જોડાણો આપવામાં આવ્યાં છે. આ સુવિધાઓથી અંદાજે 31.76 લાખ નાગરિકોને લાભ થયો છે.
તળાવો અને બાગ-બગીચાઓના વિકાસ પર ભાર
શહેરોના સૌંદર્યીકરણ અને નાગરિકો માટે હરિયાળી જગ્યાઓ વિકસાવવા પણ મિશન હેઠળ કામગીરી કરવામાં આવી છે. તળાવ નવીનીકરણ માટે ₹301 કરોડનાં 97 કામો પૂર્ણ કરાયાં છે, જેના પરિણામે 78 તળાવોનું નવીનીકરણ થયું છે. જ્યારે ₹94 કરોડનાં 99 કામો પૂર્ણ કરીને 87 બાગ-બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. ‘અમૃત મિત્ર’ અને ‘વુમન ફોર ટ્રી’ પહેલ હેઠળ મહિલા સ્વસહાય જૂથોને આજીવિકાની તકો પૂરી પાડવામાં આવી રહી છે.
‘વુમન ફોર ટ્રી’ અંતર્ગત 178 સ્વસહાય જૂથોની મહિલાઓ જોડાઈ છે. ₹604.158 લાખના 165 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 1.52 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ, AMRUT 2.0 હેઠળ પાણી, ગટર, પર્યાવરણ અને શહેરી સુવિધાઓના વિકાસ દ્વારા ગુજરાતનાં શહેરોને વધુ સુવિધાસભર બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.





