Mehsana News : મહેસાણામાં સબસિડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, ₹7.31 લાખનો 2743 બેગનો જથ્થો જપ્ત કારયો


Mehsana News મહેસાણામાં ખાતર કૌંભાડ ઝડપાયું
Mehsana News : મહેસાણામાં સબસિડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, ₹7.31 લાખનો 2743 બેગનો જથ્થો જપ્ત કારયો


Mehsana News મહેસાણામાં ખાતર કૌંભાડ ઝડપાયું
Mehsana News : મહેસાણા જિલ્લાના ઉનાવા નજીક કૃષિ વિભાગની ટીમે દરોડો પાડીને ₹7.31 લાખની કિંમતનો કુલ 2,743 બેગ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીઓ સામે ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગત રાત્રે મહેસાણા જિલ્લાના ઉનાવા નજીક આવેલા શુભ શિવમ એસ્ટેટના ગોડાઉન નંબર 7 અને 8માં જિલ્લા કલેક્ટરની સૂચનાથી કૃષિ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સરકારી સબસિડીવાળા ખેતી ઉપયોગના નીમ કોટેડ યુરિયા ખાતરને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડની બેગમાં પેકિંગ કરીને ઔદ્યોગિક વપરાશ માટે વેચવાનું કથિત કાવતરું સામે આવ્યું હતું.
બે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
દરોડા દરમિયાન ગોડાઉનમાંથી કુલ 2,743 બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું. જેની અંદાજિત કિંમત ₹7.31 લાખ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત ખાતરના રિ-પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી ખાલી થેલીઓ, ત્રણ સિલાઈ મશીન, સિલાઈની રીલ સહિતનો અન્ય મુદ્દામાલ પણ તપાસ ટીમે કબજે લીધો હતો. આ સમગ્ર મામલે ગોડાઉન માલિક શશીકલાબેન મહેન્દ્રકુમાર પટેલ, જે અમદાવાદના આંબલી વિસ્તારમાં રહે છે, તેમજ મહેસાણાના ગણેશ એગ્રો સેન્ટરના પ્રોપરાઇટર વિવેકકુમાર નટવરસિંહ ડાભી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખેડૂતોને મળતા સબસિડીવાળા ખાતરના ઉપયોગ સામે સવાલ
ઉનાવા પોલીસ મથકે ખાતર નિયંત્રણ હુકમ, આવશ્યક ચીજવસ્તુ ધારો અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેડૂતોને ખેતી માટે સબસિડીના દરે આપવામાં આવતા યુરિયા ખાતરને અન્ય ઉપયોગ માટે વાળવામાં આવતું હોવાની આ ઘટના ગંભીર સવાલો ઊભા કરે છે. જો ખેતી માટેના ખાતરનો ઔદ્યોગિક ઉપયોગ માટે ગેરકાયદેસર રીતે વેપાર થતો હોય તો તેની સીધી અસર ખાતરની ઉપલબ્ધતા અને સરકારી સબસિડીના હેતુ પર પડી શકે છે.
હાલમાં પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવશે. આ કથિત કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ખાતરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા ક્યાં સપ્લાય થવાનો હતો તે સહિતના મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં રહેશે.





