Nakhtaranaના મોટા યક્ષ મેળામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 1000થી વધુ કલરયુક્ત કોટન કેન્ડી જપ્ત



Nakhtarana
Nakhtaranaના મોટા યક્ષ મેળામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 1000થી વધુ કલરયુક્ત કોટન કેન્ડી જપ્ત



Nakhtarana
Nakhtarana Yaksh Fair Food Department Action: કચ્છના નખત્રાણામાં યોજાયેલા મોટા યક્ષ મેળામાં ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મેળામાં વેચાણ માટે રાખવામાં આવેલી કલરયુક્ત કોટન કેન્ડી સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી હતી. વિભાગની ટીમે કૃત્રિમ રંગ અને એસન્સનો ઉપયોગ કરવામાં આવેલી કોટન કેન્ડીનું ચેકિંગ હાથ ધર્યું હતું.
ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે એક હજારથી વધુ નંગ કલરયુક્ત કોટન કેન્ડી જપ્ત કરી હતી. જપ્ત કરવામાં આવેલી કોટન કેન્ડીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
મેળામાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સલામતીને લઈને ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને કૃત્રિમ રંગ અને એસન્સવાળી કોટન કેન્ડીના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી મેળામાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





