Mata no Madh Yatra: બહેનની માનતા પૂર્ણ કરવા 16 કિલોની લોખંડની સાંકળ સાથે માતાના મઢે પદયાત્રા



Mata no Madh Yatra
Mata no Madh Yatra: બહેનની માનતા પૂર્ણ કરવા 16 કિલોની લોખંડની સાંકળ સાથે માતાના મઢે પદયાત્રા



Mata no Madh Yatra
Mata no Madh Yatra: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન અંજાર તાલુકાના દબડા ગામના એક યુવકની અનોખી શ્રદ્ધા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. યુવક પોતાની બહેનની માનતા પૂર્ણ કરવા માટે ગળામાં 16 કિલો વજનની લોખંડની સાંકળ ધારણ કરીને માતાના મઢ તરફ પગપાળા નીકળ્યો છે. દબડા ગામના રહેવાસી રાઠોડ આનંદ કિશોરભાઈના જણાવ્યા મુજબ, તેમની બહેનને સંતાનમાં દીકરીની ખૂબ ઇચ્છા હતી. આ માટે તેમણે માતાજી સમક્ષ માનતા રાખી હતી કે જો બહેનના ઘરે દીકરીનો જન્મ થશે, તો તેઓ ગળામાં 16 કિલો વજનની લોખંડની સાંકળ પહેરીને પગપાળા માતાના મઢ દર્શન કરવા જશે.

માતાજીની કૃપાથી પાંચ દિવસ અગાઉ તેમના બહેનના ઘરે દીકરીનો જન્મ થયો. દીકરીના જન્મ બાદ આનંદભાઈએ પોતાની માનતા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો અને 16 કિલોની લોખંડની સાંકળ ધારણ કરીને માતાના મઢ તરફ પદયાત્રા શરૂ કરી. આનંદભાઈએ જણાવ્યું હતું કે તેઓ રાત્રે 8 વાગ્યે અંજારથી પદયાત્રાએ નીકળ્યા હતા અને ત્યારબાદ ભુજોડી પહોંચ્યા હતા. પ્રથમ નોરતે સવારે માતાના મઢ ખાતે પહોંચીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની માનતા પૂર્ણ કરવાનો તેમનો સંકલ્પ છે.

16 કિલોની ભારે લોખંડની સાંકળ સાથે પદયાત્રા કરી રહેલા આનંદભાઈને જોઈ અન્ય પદયાત્રીઓ અને દર્શનાર્થીઓમાં પણ ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. તેમની શ્રદ્ધા અને માનતા પૂર્ણ કરવાની આ અનોખી રીત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આનંદભાઈએ અન્ય શ્રદ્ધાળુઓને સંદેશ આપતાં જણાવ્યું કે, માતાજી પ્રત્યે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર ભક્તોની મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે. નવરાત્રિના પાવન પર્વમાં તેમની આ અનોખી પદયાત્રા શ્રદ્ધા અને આસ્થાનું એક અલગ જ ઉદાહરણ બની છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





