Get News Alerts

Never miss breaking news updates.

Kutchમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, આરોપીના સંબંધીના ઘરેથી રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે

Kutch Moneylenders Police Action: કચ્છમાં વ્યાજખોરીના ગોરખધંધા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોઠારા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમની સાથે સંકળાયેલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી....
R Gajjar
R GajjarUpdated on: 26 Sep 2026 02:58 PM IST
Kutchમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, આરોપીના સંબંધીના ઘરેથી રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજેKutchમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, આરોપીના સંબંધીના ઘરેથી રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે

Kutch Moneylenders Police Action

Kutch Moneylenders Police Action: કચ્છમાં વ્યાજખોરીના ગોરખધંધા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોઠારા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમની સાથે સંકળાયેલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસે આરોપીના સંબંધીના ભુજ સ્થિત મકાન તેમજ અન્ય એક સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસ તપાસ દરમિયાન રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે. સર્ચ દરમિયાન રૂ.6.18 લાખની રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ ઉપરાંત વાહન વેચાણના કરારના દસ્તાવેજો તેમજ એરગન પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આમદ મંધરા અને ઓસમાણ મંધરા આશરે 10 ટકા જેટલા ઊંચા વ્યાજે રૂપિયા આપતા હતા. ગઈકાલે પોલીસે આરોપીઓને રૂ.2.25 કરોડની રકમ સાથે ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી બાદ આરોપીના સંબંધીના ભુજ સ્થિત મકાનમાં કરવામાં આવેલી તપાસમાં વધુ રૂ.1 કરોડથી વધુની રકમ અને અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસની કાર્યવાહીનો વ્યાપ વધ્યો છે.

હાલ પોલીસે કબ્જે કરાયેલા રોકડ નાણાં, દાગીના, દસ્તાવેજો અને અન્ય મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વ્યાજખોરીના સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]