Get News Alerts

Never miss breaking news updates.

Kutchમાં આડેસર પોલીસનું સઘન કોમ્બિંગ: 35 હથિયારો જપ્ત, 15 કેસ નોંધાયા

Adesar Police Combing Operation: કચ્છ જિલ્લામાં અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા આડેસર પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે કુલ 35 હથિયારો જપ્ત...
R Gajjar
R GajjarUpdated on: 04 Oct 2026 07:02 PM IST
Kutchમાં આડેસર પોલીસનું સઘન કોમ્બિંગ: 35 હથિયારો જપ્ત, 15 કેસ નોંધાયાKutchમાં આડેસર પોલીસનું સઘન કોમ્બિંગ: 35 હથિયારો જપ્ત, 15 કેસ નોંધાયા

Adesar Police Combing Operation

Adesar Police Combing Operation: કચ્છ જિલ્લામાં અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા આડેસર પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે કુલ 35 હથિયારો જપ્ત કર્યા હતા. ગેરકાયદે હથિયારો રાખવાના મામલે જી.પી. એક્ટ હેઠળ 15 કેસ પણ નોંધવામાં આવ્યા છે. પોલીસની કોમ્બિંગ કામગીરી દરમિયાન 7 છરી, 15 ધારિયા અને 4 કટાર સહિત વિવિધ હથિયારો કબજે કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત શંકાસ્પદ રીતે ફરતા 19 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી.

ટ્રાફિક નિયમોના ભંગ બદલ એમ.વી. એક્ટ હેઠળ 21 વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં, જ્યારે કુલ 37 વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું. આડેસર પોલીસની આ કામગીરીનો હેતુ અસામાજિક તત્ત્વો પર અંકુશ મેળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો છે. પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે હથિયારો રાખનારા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્ત્વો સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]