Kandlaમાં દેશના પ્રથમ 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ, રૂ.2,300 કરોડના ખર્ચે થશે નિર્માણ



Kandla E-Methanol Plant, Kandla
Kandlaમાં દેશના પ્રથમ 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ, રૂ.2,300 કરોડના ખર્ચે થશે નિર્માણ



Kandla E-Methanol Plant, Kandla
Kandla E-Methanol Plant, Kandla: કંડલા: કંડલા ખાતે દેશના પ્રથમ 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ગાંધીધામના DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે પ્લાન્ટના ભૂમિપૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.

દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આકાર પામશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા ઉપસ્થિત રહ્યા હતા. કંડલા ખાતે અંદાજે રૂ.2,300 કરોડના ખર્ચે ઈ-મિથેનોલ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્લાન્ટની ક્ષમતા 150 ટન પ્રતિ દિવસની રહેશે. પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ઈ-મિથેનોલના ઉત્પાદનથી દેશમાં ગ્રીન ફ્યુઅલ ઈકોસિસ્ટમને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે. ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની શકે છે. પ્લાન્ટમાં ઉત્પાદિત ઈ-મિથેનોલનો ઉપયોગ જહાજોમાં ઈંધણ તરીકે કરવામાં આવશે. કંડલા ખાતે આ પ્રોજેક્ટના અમલીકરણથી ગ્રીન એનર્જી અને વૈકલ્પિક ઈંધણ ક્ષેત્રે નવી દિશા મળવાની સાથે પોર્ટ આધારિત ગ્રીન ફ્યુઅલ ઈકોસિસ્ટમને પણ વેગ મળવાની આશા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





