Get News Alerts

Never miss breaking news updates.

Bhujમાં પાણીનો બગાડ અને ગેરકાયદે નળ જોડાણ સામે પાલિકાનો કડક નિર્ણય, દંડની જોગવાઈ

Bhuj Water Wastage Action: ભુજ શહેરમાં પાણીના બિનજરૂરી વેડફાટ અને ગેરકાયદે નળ જોડાણને રોકવા માટે પાલિકાએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. હવે ગેરકાયદે પાણીનું જોડાણ અથવા પાણીનો બગાડ કરતા...
R Gajjar
R GajjarUpdated on: 07 Oct 2026 05:59 PM IST
Bhujમાં પાણીનો બગાડ અને ગેરકાયદે નળ જોડાણ સામે પાલિકાનો કડક નિર્ણય, દંડની જોગવાઈBhujમાં પાણીનો બગાડ અને ગેરકાયદે નળ જોડાણ સામે પાલિકાનો કડક નિર્ણય, દંડની જોગવાઈ

Bhuj Water Wastage Action

Bhuj Water Wastage Action: ભુજ શહેરમાં પાણીના બિનજરૂરી વેડફાટ અને ગેરકાયદે નળ જોડાણને રોકવા માટે પાલિકાએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. હવે ગેરકાયદે પાણીનું જોડાણ અથવા પાણીનો બગાડ કરતા રહેણાક અને કૉમર્શિયલ મિલકતધારકો સામે દંડ વસૂલવાની સાથે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રહેણાક મિલકતમાં ગેરકાયદે જોડાણ બદલ દંડ

રહેણાક વિસ્તારમાં ગેરકાયદે નળ જોડાણ ઝડપાશે તો પ્રથમ વખત કનેક્શન કાપી ₹1,000નો દંડ વસૂલવામાં આવશે. જો બીજી વખત પણ ગેરકાયદે જોડાણ મળી આવશે તો ₹5,000નો દંડ ફટકારવામાં આવશે.

કૉમર્શિયલ મિલકત માટે વધુ દંડ

કૉમર્શિયલ મિલકતમાં ગેરકાયદે પાણીનું જોડાણ મળી આવે તો પ્રથમ વખત ₹5,000નો દંડ કરવામાં આવશે. જ્યારે બીજી વખત નિયમભંગ સામે આવતા ₹25,000નો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.

પાણીનો બિનજરૂરી બગાડ પણ પડશે ભારે

પાલિકા દ્વારા પાણીના બિનજરૂરી વેડફાટ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. રહેણાક મિલકતમાં પાણીનો બગાડ કરતા પકડાયેલા વ્યક્તિ પાસેથી ₹500નો દંડ વસૂલવામાં આવશે. કૉમર્શિયલ મિલકતમાં પાણીનો બિનજરૂરી વેડફાટ કરનાર સામે પ્રથમ વખત ₹1,000નો દંડ કરવામાં આવશે. જો બીજી વખત પણ પાણીનો વેડફાટ કરતા પકડાશે તો નળનું જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવશે.

પાણી બચાવવા પાલિકાની કડકાઈ

ભુજ શહેરમાં પાણીના સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ થાય અને પાણીનો બિનજરૂરી બગાડ અટકે તે માટે પાલિકાએ આ નિર્ણય લીધો છે. હવે ગેરકાયદે નળ જોડાણ કરનાર તેમજ પાણીનો બગાડ કરનાર શહેરીજનો સામે દંડ ઉપરાંત કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]