Kutch: બન્નીમાં ચરિયાણ અને દબાણના મુદ્દે માલધારીઓ પરેશાન, કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી



Banni Maldhari Issues
Kutch: બન્નીમાં ચરિયાણ અને દબાણના મુદ્દે માલધારીઓ પરેશાન, કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી



Banni Maldhari Issues
Banni Maldhari Issues: બન્ની વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓના વિવિધ પ્રશ્નોને લઈને માલધારી વિકાસ સંગઠન દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ચરિયાણની જમીન, ગૌચર પરના દબાણ અને પશુઓ માટે જરૂરી સુવિધાઓ સહિતના મુદ્દાઓને લઈને માલધારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

માલધારી સંગઠનના જણાવ્યા મુજબ, બન્ની વિસ્તારમાં વન વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરીને કારણે પશુઓને ચરાવવા માટે માલધારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બન્ની વિસ્તારમાં વન વિભાગ દ્વારા અંદાજે 6 હજાર એકર વિસ્તારમાં પાળા બાંધી પશુઓના ચરિયાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ચરિયાણ માટે જતા માલધારીઓને ધમકીનો આક્ષેપ
માલધારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પશુઓને ચરાવવા માટે જતા કેટલાક પશુપાલકોને સ્થાનિક લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. જેના કારણે પશુપાલકો માટે પશુઓના ચરિયાણની વ્યવસ્થા કરવી વધુ મુશ્કેલ બની રહી છે.
સોલાર અને પવનચક્કી પ્રોજેક્ટ્સથી ચરિયાણની જમીન ઘટતી હોવાનો દાવો
બન્નીના ઘાસિયા મેદાનો અને આસપાસના વિસ્તારોમાં સોલાર તથા પવનચક્કીના પ્રોજેક્ટ્સને કારણે ચરિયાણ માટે ઉપલબ્ધ જમીનમાં ઘટાડો થઈ રહ્યો હોવાનો માલધારી સંગઠને દાવો કર્યો છે. સાથે જ ગૌચર અને ચરિયાણની જમીનો પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે. માલધારીઓએ દરેક ગામમાં પશુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને નિયમ મુજબ પૂરતી ગૌચર જમીન ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી છે.
પશુઓના ખાણદાણ પર સબસિડીની માંગ
આ ઉપરાંત પશુઓના ખાણદાણ પર સબસિડી આપવા, જરૂરિયાતવાળા વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવા તેમજ પશુઓ માટે મફત ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. માલધારી વિકાસ સંગઠને રજૂઆતમાં જણાવ્યું છે કે પશુપાલકોના આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે. જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં માલધારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





