Ahmedabadમાં UGCLને ફાળવેલા બે પ્લોટનો 99 વર્ષનો ભાડાપટ્ટો રદ, કોર્પોરેશન જમીન પરત લેશે



UGCL Plot Lease Cancellation
Ahmedabadમાં UGCLને ફાળવેલા બે પ્લોટનો 99 વર્ષનો ભાડાપટ્ટો રદ, કોર્પોરેશન જમીન પરત લેશે



UGCL Plot Lease Cancellation
UGCL Plot Lease Cancellation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેરા અને ઉગણજ ખાતે ગુજરાત અર્બન ગેસ લિમિટેડ (UGCL)ને ફાળવવામાં આવેલા બે પ્લોટ પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ દ્વારા બંને પ્લોટ 99 વર્ષના ભાડાપટ્ટે UGCLને સબ-ડિવિઝન ઓફિસ માટે આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, ઠરાવ થયા બાદ આજદિન સુધી UGCL દ્વારા બંને પ્લોટની કિંમત ભરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, UGCL દ્વારા બંને પ્લોટનો કબજો પણ લેવામાં આવ્યો નથી.
કોર્પોરેશનની નોટિસ છતાં UGCL તરફથી જવાબ નહીં
પ્લોટની કિંમત ભરવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા UGCLને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2024માં અંતિમ નોટિસ પાઠવીને ઠરાવ રદ કરી જમીન પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. જોકે, અંતિમ નોટિસ બાદ પણ UGCL તરફથી કોઈ જવાબ મળ્યો ન હોવાનું જણાવાયું છે.
બંને પ્લોટ પરત લેવાનો નિર્ણય
આ સમગ્ર મામલે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં બંને પ્લોટ પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ બંને પ્લોટની ફાળવણી અંગે ઠરાવ થઈ ચૂક્યો હોવાથી જમીન પરત લેવા માટે જરૂરી ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત એ છે કે UGCL દ્વારા પ્લોટની કિંમત પણ ભરવામાં આવી નથી અને બંને પ્લોટનો કબજો પણ લેવામાં આવ્યો નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા બંને પ્લોટનો 99 વર્ષનો ભાડાપટ્ટો રદ કરીને જમીન પરત લેવામાં આવશે. આ નિર્ણય બાદ મોટેરા અને ઉગણજ ખાતે સબ-ડિવિઝન ઓફિસ માટે UGCLને ફાળવવામાં આવેલી જમીન ફરીથી કોર્પોરેશન હસ્તક આવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





