Get News Alerts

Never miss breaking news updates.

કચ્છના વિરાણીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જાતે કરી સફાઈ, ગ્રામજનોને આપ્યો સ્વચ્છતાનો સંદેશ

Acharya Devvrat Kutch Visit: કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુંદરા તાલુકાના વિરાણીયા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલે ગામના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની...
R Gajjar
R GajjarUpdated on: 04 Oct 2026 09:00 PM IST
કચ્છના વિરાણીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જાતે કરી સફાઈ, ગ્રામજનોને આપ્યો સ્વચ્છતાનો સંદેશકચ્છના વિરાણીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જાતે કરી સફાઈ, ગ્રામજનોને આપ્યો સ્વચ્છતાનો સંદેશ

Acharya Devvrat Kutch Visit

Acharya Devvrat Kutch Visit: કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુંદરા તાલુકાના વિરાણીયા ગામની મુલાકાત લીધી હતી. મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલે ગામના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની જાતે સફાઈ કરીને ગ્રામજનોને સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. વિરાણીયા ગામના વથાણ ચોક ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સફાઈ કરી હતી. રાજ્યના પ્રથમ નાગરિકને જાતે સફાઈ કરતા જોઈને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ અભિયાનમાં જોડાયા હતા.

‘ગામ સ્વચ્છ હશે તો મન અને શરીર પણ સ્વસ્થ રહેશે’

ગ્રામજનો સાથે સંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાત્મા ગાંધીજીના વિચારોને યાદ કરતાં સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા જાળવવાથી રોગચાળાને અટકાવી શકાય છે અને સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. રાજ્યપાલે ગ્રામજનોને પોતાના જન્મસ્થળ અને કર્મસ્થળને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગામ સ્વચ્છ હશે તો મન અને શરીર પણ સ્વસ્થ રહેશે. પોતાના ઘરની જેમ ગામને સ્વચ્છ રાખવું દરેક નાગરિકની નૈતિક ફરજ છે. વિરાણીયા ગામને સ્વચ્છતાના ક્ષેત્રમાં ઉદાહરણરૂપ બનાવવા અને સ્વચ્છતાને જીવનનો હિસ્સો બનાવવા પણ તેમણે અપીલ કરી હતી.

સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગામના સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબા જાડેજા, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, સરપંચ શક્તિસિંહ જાડેજા, આગેવાનો દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]