Get News Alerts

Never miss breaking news updates.

Kutch: અબડાસામાં ખેતરમાં જમીન નીચે છુપાવેલો દારૂ ઝડપાયો, બે આરોપી ઝડપાયા

Abdasa Liquor Seizure: કચ્છના અબડાસા તાલુકામાં કોઠારા પોલીસે દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરી છે. મોટા કરોડિયા સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં જમીન નીચે છુપાવી રાખવામાં આવેલો વિદેશી દારૂ અને બીયરનો...
R Gajjar
R GajjarUpdated on: 07 Oct 2026 02:28 PM IST
Kutch: અબડાસામાં ખેતરમાં જમીન નીચે છુપાવેલો દારૂ ઝડપાયો, બે આરોપી ઝડપાયાKutch: અબડાસામાં ખેતરમાં જમીન નીચે છુપાવેલો દારૂ ઝડપાયો, બે આરોપી ઝડપાયા

Abdasa Liquor Seizure

Abdasa Liquor Seizure: કચ્છના અબડાસા તાલુકામાં કોઠારા પોલીસે દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરી છે. મોટા કરોડિયા સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં જમીન નીચે છુપાવી રાખવામાં આવેલો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.

ખેતરમાં જમીન નીચે છુપાવ્યો હતો દારૂ

મળતી માહિતી મુજબ, મોટા કરોડિયા સીમ વિસ્તારમાં એક ખેતરમાં દારૂનો જથ્થો જમીનની નીચે છુપાવી રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે કોઠારા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 163 બોટલ તેમજ બીયરના 408 ટીન કબજે કર્યા હતા.

રૂ.1.61 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ રૂ.1.61 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. કોઠારા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? તપાસ શરૂ

પોલીસે હવે દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે. દારૂના જથ્થા પાછળના નેટવર્ક અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]