Kheda News : ડભાણ પાસે મોડી રાત્રે આગનો તાંડવ, ફેક્ટરી બળીને ખાખ, ફાયર વિભાગે કુલિંગ કામગીરી પૂર્ણ કરી



Kheda News Fire
Kheda News : ડભાણ પાસે મોડી રાત્રે આગનો તાંડવ, ફેક્ટરી બળીને ખાખ, ફાયર વિભાગે કુલિંગ કામગીરી પૂર્ણ કરી



Kheda News Fire
Kheda News : આગની ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, ડભાણ પાસે આવેલી કેટલ ફીડની ફેક્ટરી અને ગોડાઉનમાં રાત્રિના આશરે ત્રણ વાગ્યાના સુમારે આગ ભડકી હતી. ફેક્ટરીમાં પશુ આહાર બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા વેસ્ટેજ મટીરિયલમાંથી કેટલ ફીડ તૈયાર કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.
ફીડના મટીરિયલને નુકસાન થયું હોવાની શક્યતા છે
આ મટીરિયલમાં આગ લાગ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની ટીમ ત્રણ વોટર બ્રાઉઝર અને એક ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.
મોડી રાત્રે શરૂ થયેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આશરે ચાર કલાક સુધી સતત કામગીરી કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. આગને કારણે ફેક્ટરી અને ગોડાઉનમાં રહેલા કેટલ ફીડના મટીરિયલને નુકસાન થયું હોવાની શક્યતા છે. જોકે, નુકસાન અંગેની ચોક્કસ વિગતો સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે.
આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી
આગ લાગવાના સમયે ફેક્ટરીમાં કેટલા લોકો હાજર હતા અથવા આગની શરૂઆત કયા સ્થળેથી થઈ તે અંગેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. આગ કયા કારણોસર લાગી તે હાલ અકબંધ છે. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી શકે છે. તપાસ બાદ આગનું ચોક્કસ કારણ તેમજ ફેક્ટરી અને ગોડાઉનમાં થયેલા નુકસાન અંગે વધુ વિગતો સામે આવશે.
ડભાણ નજીક નેશનલ હાઇવે-48 પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ થોડા સમય માટે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો : Man ki Baat : સર્જિકલ સ્ટ્રાઈકથી ઓપરેશન સિંદૂર સુધી, PM મોદીએ ગણાવી ભારતની નીતિ

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





