Junagadh News: સાસણગીર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું, સિંહદર્શન માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ



Sasan Gir Safari 2026
Junagadh News: સાસણગીર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું, સિંહદર્શન માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ



Sasan Gir Safari 2026
Sasan Gir Safari 2026: ગીરના જંગલની પ્રાકૃતિક સુંદરતા માણવા અને જંગલના રાજા સિંહનાં દર્શન કરવા આતુર પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચોમાસા બાદ સાસણગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતાં જંગલ સફારીનો પ્રારંભ થયો છે. અભ્યારણ્ય ખુલ્યાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ સફારીનો આનંદ માણ્યો હતો.


અધિકારીઓએ જીપ્સીને આપી લીલી ઝંડી
ગીર અભ્યારણ્યમાં સફારી માટે અધિકારીઓ દ્વારા જીપ્સીઓને લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રવાસીઓ સિંહદર્શનની આશા સાથે જંગલ તરફ રવાના થયા હતા. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ સફારીનો લાભ લીધો હતો.


ચોમાસા બાદ ગીરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી
ચોમાસા બાદ ગીરના જંગલમાં હરિયાળી અને પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો થયો છે. જંગલનો નયનરમ્ય નજારો માણવા માટે પ્રવાસીઓમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. સિંહ ઉપરાંત ગીરની વિવિધ વનસ્પતિ અને વન્યજીવનને નજીકથી નિહાળવાની તક પ્રવાસીઓને મળી રહી છે. સાસણગીર પ્રવાસન માટે ફરી ખુલતાં સ્થાનિક પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ આશા જાગી છે. આગામી દિવસોમાં વધુ પ્રવાસીઓ ગીરની મુલાકાત લેશે તેવી શક્યતા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





