Get News Alerts

Never miss breaking news updates.

ટેક્નોલોજીના યુગમાં પણ જૂનાગઢમાં જીવંત છે પરંપરા, ચાકડા પર બને છે માતાજીના માટીના ગરબા

Junagadh Clay Garba: નવરાત્રી પર્વ નજીક આવતાં જ બજારમાં માતાજીના ગરબાની માંગ વધવા લાગી છે. એક તરફ ટેક્નોલોજીના યુગમાં અનેક વસ્તુઓ મશીનથી તૈયાર થાય છે, ત્યારે જૂનાગઢમાં આજે પણ પરંપરાગત...
R Gajjar
R GajjarUpdated on: 02 Oct 2026 04:24 PM IST
ટેક્નોલોજીના યુગમાં પણ જૂનાગઢમાં જીવંત છે પરંપરા, ચાકડા પર બને છે માતાજીના માટીના ગરબાટેક્નોલોજીના યુગમાં પણ જૂનાગઢમાં જીવંત છે પરંપરા, ચાકડા પર બને છે માતાજીના માટીના ગરબા

Junagadh Clay Garba

Junagadh Clay Garba: નવરાત્રી પર્વ નજીક આવતાં જ બજારમાં માતાજીના ગરબાની માંગ વધવા લાગી છે. એક તરફ ટેક્નોલોજીના યુગમાં અનેક વસ્તુઓ મશીનથી તૈયાર થાય છે, ત્યારે જૂનાગઢમાં આજે પણ પરંપરાગત રીતે ચાકડા પર માટીના ગરબા બનાવવામાં આવે છે. અહીં કુંભાર પરિવાર દ્વારા વર્ષો જૂની કળાને જીવંત રાખવામાં આવી છે. જૂનાગઢના જોષીપરા શાકમાર્કેટ પાસે આવેલા જૂના કુંભારવાડામાં ચુનીભાઈ નરસિંહભાઈ રાઠોડનો પરિવાર બાપ-દાદાના સમયથી માટીના ગરબા બનાવવાનું કામ કરે છે. પરંપરાગત ચાકડા પર માટીને આકાર આપીને તૈયાર કરવામાં આવતા આ ગરબા કારીગરોની મહેનત અને કળાનું પ્રતીક છે.

પીઓપી નહીં, શુદ્ધ માટીના ગરબા

આ ગરબાની ખાસિયત એ છે કે તે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ના બદલે શુદ્ધ માટીમાંથી બનાવવામાં આવે છે. માટીના ગરબાનું યોગ્ય રીતે વિસર્જન પણ કરી શકાય છે, જેથી પર્યાવરણને નુકસાન ઓછું થાય છે. ચુનીભાઈના પરિવાર દ્વારા અલગ-અલગ રંગો અને ડિઝાઇનમાં નાના-મોટા ગરબા તૈયાર કરવામાં આવે છે. નવરાત્રીમાં માતાજીની આરાધના માટે ગરબા લેવા આવતા લોકો માટે અહીં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.

50થી 200 રૂપિયા સુધી કિંમત

જોષીપરા શાકમાર્કેટમાં લકી એપાર્ટમેન્ટ સામે આવેલી ચુનીભાઈની રેકડી પરથી આ માટીના ગરબા ખરીદી શકાય છે. ગરબાની કિંમત 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની છે. આ ઉપરાંત માતાજીની સ્થાપના માટે કુંભ અને ઘડો પણ અહીંથી મળી રહે છે. આધુનિકતાના સમયમાં પણ જૂનાગઢનો આ કુંભાર પરિવાર પરંપરાગત કળાને જાળવી રાખીને માટીના ગરબા બનાવી રહ્યો છે. નવરાત્રીના પર્વ સાથે જોડાયેલી આ કળા આજે પણ લોકોની આસ્થા અને પરંપરાનું મહત્વ દર્શાવે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]