Get News Alerts

Never miss breaking news updates.

Junagadhમાં સફાઈ મુદ્દે મહિલાઓનો આક્રોશ, વનમંત્રી સમક્ષ કડિયાવાડની મહિલાઓએ ઠાલવી વ્યથા

Junagadh Kalwa Chowk Cleaning Issue: જૂનાગઢમાં કાળવા ચોક ખાતે સફાઈ ઝુંબેશ દરમિયાન સ્થાનિક મહિલાઓએ વિસ્તારની ગંદકી અને અનિયમિત સફાઈના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્યના વનમંત્રી સફાઈ ઝુંબેશમાં સહભાગી બન્યા...
R Gajjar
R GajjarUpdated on: 01 Oct 2026 03:36 PM IST
Junagadhમાં સફાઈ મુદ્દે મહિલાઓનો આક્રોશ, વનમંત્રી સમક્ષ કડિયાવાડની મહિલાઓએ ઠાલવી વ્યથાJunagadhમાં સફાઈ મુદ્દે મહિલાઓનો આક્રોશ, વનમંત્રી સમક્ષ કડિયાવાડની મહિલાઓએ ઠાલવી વ્યથા

Junagadh Kalwa Chowk Cleaning Issue

Junagadh Kalwa Chowk Cleaning Issue: જૂનાગઢમાં કાળવા ચોક ખાતે સફાઈ ઝુંબેશ દરમિયાન સ્થાનિક મહિલાઓએ વિસ્તારની ગંદકી અને અનિયમિત સફાઈના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજ્યના વનમંત્રી સફાઈ ઝુંબેશમાં સહભાગી બન્યા હતા, ત્યારે કડિયાવાડ વિસ્તારની મહિલાઓએ તેમને રજૂઆત કરીને પોતાની સમસ્યાઓથી વાકેફ કર્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

નિયમિત સફાઈ ન થતી હોવાની મહિલાઓની ફરિયાદ

સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં નિયમિત સફાઈ થતી નથી અને શાકભાજીનો ધંધો કરતા કેટલાક લારીધારકો પણ યોગ્ય રીતે સફાઈ રાખતા નથી. તેના કારણે આસપાસ ગંદકી ફેલાતી હોવાની ફરિયાદ મહિલાઓએ કરી હતી.

ગંદકી અને ટોયલેટની સમસ્યાથી રહેવાસીઓ પરેશાન

મહિલાઓએ રજૂઆત કરી હતી કે વિસ્તારમાં ગંદકી અને ટોયલેટની સમસ્યાને કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. શાકભાજીની લારીઓની આસપાસ રખડતાં પશુઓની અવરજવરથી પણ ભય રહેતો હોવાની વાત તેમણે રજૂ કરી હતી.

વનમંત્રી અને મનપાના અધિકારી સમક્ષ રજૂઆત

મહિલાઓએ વનમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ કરી હતી. આ ઉપરાંત, મહાનગરપાલિકાના સેનેટેશન અધિકારીને પણ સફાઈની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

સમસ્યાના ઉકેલની ખાતરી અપાઈ

મહિલાઓની રજૂઆત સાંભળ્યા બાદ વનમંત્રીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. હવે સ્થાનિક રહેવાસીઓની ફરિયાદો અંગે મહાનગરપાલિકા દ્વારા કયા પગલાં લેવામાં આવે છે અને વિસ્તારમાં નિયમિત સફાઈની વ્યવસ્થા કેવી રીતે સુધારવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]