Get News Alerts

Never miss breaking news updates.

Junagadh News : હોમવર્ક અધૂરું તો આકરી સજા? જૂનાગઢમાં ધો.12ના વિદ્યાર્થીની તબિયત લથડી

Junagadh News : જૂનાગઢમાં ટ્યુશન ક્લાસમાં ધોરણ 12ના વિદ્યાર્થી સાથે બનેલી ગંભીર ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 01 Oct 2026 09:36 AM IST
Junagadh News : હોમવર્ક અધૂરું તો આકરી સજા? જૂનાગઢમાં ધો.12ના વિદ્યાર્થીની તબિયત લથડીJunagadh News : હોમવર્ક અધૂરું તો આકરી સજા? જૂનાગઢમાં ધો.12ના વિદ્યાર્થીની તબિયત લથડી

Junagadh News Student Punishment

Junagadh News : ડેલ્ટા ટ્યુશન ક્લાસીસમાં હોમવર્ક અધૂરું રાખવા બદલ વિદ્યાર્થીને 250થી 300 જેટલી ઉઠક-બેઠક કરાવવામાં આવી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આકરી સજા બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ વિદ્યાર્થી ICUમાં દાખલ હોવાનું સામે આવ્યું છે.

વિધાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસમાં હોમવર્ક આપવામાં આવ્યું હતું. જોકે હોમવર્ક અધૂરું રહેતાં શિક્ષિકાએ તેને સજા કરી હોવાનો આક્ષેપ છે. પરિવારના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થી પાસે મોટી સંખ્યામાં ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેની તબિયત બગડતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી.

ઘટના સામે આવ્યા બાદ વિદ્યાર્થીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીના ભાઈએ હોસ્પિટલ ખાતે ટ્યુશન સંચાલકોને ઘેર્યા હતા અને સમગ્ર મામલે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરિવારે ડેલ્ટા ટ્યુશન ક્લાસીસ સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સમગ્ર મામલામાં એક વીડિયો પણ સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શિક્ષિકાએ પરિજનોની માફી માગી

વીડિયોમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને વધુ પડતી સજા કરવામાં આવી હોવાનું સ્વીકારવામાં આવતું હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ, ટ્યુશન સંચાલકો દ્વારા પણ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે ત્યારે ઘટનાને લઈને સ્થાનિક સ્તરે પણ ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને શિસ્તના નામે આપવામાં આવતી સજા અંગે અનેક સવાલો ઊભા થયા છે.

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાની હકીકત, વિદ્યાર્થીને આપવામાં આવેલી સજાની ચોક્કસ વિગતો અને તેના કારણે તબિયત પર થયેલી અસર અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સમગ્ર મામલે શિક્ષણ વિભાગ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા છે. હાલ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત અને જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. વિદ્યાર્થીની તબિયત અને પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને પણ આગામી સમયમાં વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો : Arvalli News : માલપુરના શૂલપાણેશ્વર મંદિરમાં પોલીસની રેડ, ગાંજાના છોડ અને સૂકો ગાંજો મળ્યો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે