માણાવદરમાં ખેલાયો ખૂની ખેલ: મોબાઇલ શોપના સંચાલકની છરીના ઘા ઝીંકી હત્યા

Manavadar Murder: માણાવદર શહેરમાં બસ સ્ટેશન રોડ પર આવેલી ‘ઇમેજ મોબાઇલ શોપ’માં ચકચાર મચાવનારી હત્યાની ઘટના સામે આવી છે. દુકાનના સંચાલક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું ઘટનાસ્થળે...
Growth Now News
Growth Now News
Manavadar MurderManavadar Murder

Manavadar Murder

Manavadar Murder: માણાવદર શહેરમાં બસ સ્ટેશન રોડ પર આવેલી ‘ઇમેજ મોબાઇલ શોપ’માં ચકચાર મચાવનારી હત્યાની ઘટના સામે આવી છે. દુકાનના સંચાલક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ જાસ્મિન મગનભાઈ બેચરા હોવાનું જાણવા મળ્યું છે.

મોબાઇલ શોપના સંચાલક પર છરીથી જીવલેણ હુમલો

મળતી માહિતી મુજબ, માણાવદર બસ સ્ટેશન રોડ પર આવેલી ઇમેજ મોબાઇલ શોપના સંચાલક જાસ્મિન મગનભાઈ બેચરા પર હુમલાખોરે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે દુકાનદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

હુમલાખોરને પણ ઈજા, જૂનાગઢ રિફર

આ હુમલા દરમિયાન હુમલાખોરને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત હુમલાખોરને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગંભીર ઘટનાને પગલે જૂનાગઢ એસપી ઘટનાસ્થળે દોડી આવ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરી હતી અને સમગ્ર મામલે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.

હત્યા પાછળનું કારણ શું? પોલીસની તપાસ શરૂ

હાલમાં આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગે કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા પારિવારિક બાબત, જૂની અદાવત, વ્યવસાયિક વિવાદ અથવા અન્ય કોઈ કારણ સહિતની વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળનું ચોક્કસ કારણ સામે આવી શકે છે. હાલ સમગ્ર મામલે પોલીસની તપાસ ચાલુ છે.