Get News Alerts

Never miss breaking news updates.

Junagadh: જૈવિક કચરાની આડમાં દારૂનું નેટવર્ક ઝડપાયું, ₹7.90 લાખનો મુદ્દામાલ જપ્ત

Junagadh: જૂનાગઢમાં વિદેશી દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવેલી નવી તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
Nisha ParmarUpdated on: 27 Aug 2026 01:10 PM IST
Junagadh: જૈવિક કચરાની આડમાં દારૂનું નેટવર્ક ઝડપાયું, ₹7.90 લાખનો મુદ્દામાલ જપ્તJunagadh: જૈવિક કચરાની આડમાં દારૂનું નેટવર્ક ઝડપાયું, ₹7.90 લાખનો મુદ્દામાલ જપ્ત

Junagadh: જૂનાગઢમાં વિદેશી દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવેલી નવી તરકીબનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જૈવિક કચરાના કોથળા નીચે છુપાવીને દારૂ અને બીયરની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે C-Division પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસની કાર્યવાહીમાં મોટી સંખ્યામાં દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો છે.

બાતમીના આધારે પોલીસે વાહન રોક્યું

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મેંદરડા તરફથી જૂનાગઢ તરફ આવી રહેલી બોલેરો પિકઅપ GJ-11-TT-8614ને રોકવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વાહનની તલાશી લેતા જૈવિક કચરાના કોથળા નીચે કંઈક છુપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

કચરાના કોથળા નીચેથી 460 બોટલ મળી

પોલીસે કોથળા હટાવી તપાસ કરતા તેની નીચેથી વિદેશી દારૂ અને બીયરની કુલ 460 બોટલ મળી આવી હતી. આ રીતે જૈવિક કચરાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

એક આરોપીની ધરપકડ

પોલીસે દારૂના જથ્થા સાથે ટીંબાવાડીના કૈલાશ સોમજીભાઈ કાબાને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે ₹2.80 લાખ છે.

દારૂ મોકલનાર સામે પણ ગુનો

આ કેસમાં જૂનાગઢના નાનાજી ચાવડાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા દારૂનો જથ્થો મોકલનાર તરીકે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે તપાસ ચાલી રહી છે.

₹7.90 લાખનો મુદ્દામાલ કબજે

C-Division પોલીસે સમગ્ર કાર્યવાહીમાં બોલેરો પિકઅપ, દારૂ-બીયરનો જથ્થો અને 3 મોબાઈલ ફોન સહિત કુલ ₹7.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ હવે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.


આ પણ વાંચો : Health Tips: સ્વાદ જ નહીં, સ્વાસ્થ્યનો ખજાનો પણ છે આમલી! પાચનથી ઈમ્યુનિટી સુધી જાણો તેના ફાયદા

AUTHOR
N

Nisha Parmar

Author details are not available.