Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar મહાનગરપાલિકાની JOSH ટીમના લોન્ચિંગ કાર્યક્રમમાં સહભાગિતા, ‘ટીબી મુક્ત ભારત’ માટે સંકલ્પ

JOSH Joint Squad for Health Jamnagar: આરોગ્ય ક્ષેત્રે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને સહયોગ વધારવાના હેતુથી JOSH (Joint Squad for Health) ટીમનો લોન્ચિંગ કાર્યક્રમ 8 ઓક્ટોબર, 2026ના રોજ નવી દિલ્હી...
R Gajjar
R GajjarUpdated on: 08 Oct 2026 08:55 PM IST
Jamnagar મહાનગરપાલિકાની JOSH ટીમના લોન્ચિંગ કાર્યક્રમમાં સહભાગિતા, ‘ટીબી મુક્ત ભારત’ માટે સંકલ્પJamnagar મહાનગરપાલિકાની JOSH ટીમના લોન્ચિંગ કાર્યક્રમમાં સહભાગિતા, ‘ટીબી મુક્ત ભારત’ માટે સંકલ્પ

JOSH Joint Squad for Health Jamnagar

JOSH Joint Squad for Health Jamnagar: આરોગ્ય ક્ષેત્રે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને સહયોગ વધારવાના હેતુથી JOSH (Joint Squad for Health) ટીમનો લોન્ચિંગ કાર્યક્રમ 8 ઓક્ટોબર, 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓએ સહભાગિતા નોંધાવી હતી.

કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા (IAS), ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન્દ્રકુમાર પ્રતાપરાય મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઈ મહેન્દ્રભાઈ મોદી, દંડક પ્રવીણાબેન જેરમભાઈ રૂપડીયા અને આરોગ્ય સમિતિના ચેરમેન નિકિતા કેતનભાઈ કોટક સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. હરેશકુમાર ગોરી અને શહેરી ક્ષય અધિકારી ડૉ. પલક વિરേന്ദ്ര ગણાત્રા સહિતના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

જાહેર આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાનો હેતુ

JOSH ટીમનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને સહયોગ વધારીને જાહેર આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાનો છે. આ પહેલના માધ્યમથી નાગરિકોને વધુ સુદૃઢ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા અને વિવિધ વિભાગોના સંયુક્ત પ્રયાસોને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટી વડાની સહભાગિતાથી આરોગ્ય ક્ષેત્રે સંકલિત કામગીરી તથા ટીબી મુક્ત ભારતના લક્ષ્ય તરફની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ટીબી ચેમ્પિયન્સ અને આરોગ્ય કર્મચારીઓનું સન્માન

કાર્યક્રમ દરમિયાન ક્ષય રોગ નિવારણ ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નાયરા એનર્જીના CSR મેનેજર અનુરાગભાઈ રાયજાદા, ડૉ. કિંજલ ગેડિયા અને ડૉ. નિરાલી ઠક્કરનું ફેલિસિટેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બે ટીબી ચેમ્પિયન્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્રે કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ અને અન્ય સહભાગીઓએ ટીબી સામેની લડાઈને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ટીબી દર્દીને પોષણ કીટ અપાઈ

કાર્યક્રમ દરમિયાન ટીબીના એક દર્દીને જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના હસ્તે પોષણ કીટ આપવામાં આવી હતી. ટીબીના દર્દીઓને પોષણ સહાય અને જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને આ પહેલ સાથે જોડવામાં આવ્યા છે.

માય ભારત વોલેન્ટિયર્સ અને NCC કેડેટ્સ પણ જોડાયા

JOSH પહેલને સફળ બનાવવા માટે માય ભારત વોલેન્ટિયર્સ અને NCC કેડેટ્સની ટીમ દ્વારા પણ સહભાગિતા નોંધાવવામાં આવી હતી. વિવિધ ટીમોના સંયુક્ત પ્રયાસો દ્વારા નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા તેમજ ટીબી મુક્ત ભારતના લક્ષ્યને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં NTEPનો સમગ્ર સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. JOSH ટીમ સાથે મળીને આરોગ્ય ક્ષેત્રે સંકલિત રીતે કામગીરી આગળ વધારવા અને ‘જોશથી આગળ વધવા’નો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]