Jamnagar News: ભીડભરી બજારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષા બંદોબસ્તની તૈયારી તેજ


Jamnagar Police Foot Patrolling News
Jamnagar News: ભીડભરી બજારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષા બંદોબસ્તની તૈયારી તેજ


Jamnagar Police Foot Patrolling News
Jamnagar News: જામનગર જિલ્લામાં દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્રએ તૈયારીઓ તેજ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી પોલીસ બંદોબસ્તનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
વેપારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી
તકેદારીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠકો ઉપરાંત બેન્ક, આંગડિયા પેઢી અને જ્વેલર્સના સંચાલકો સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તથા જિલ્લા સરહદો પર બંદોબસ્ત, ફૂટ પેટ્રોલિંગ અને અધિકારીઓની તહેનાતી અંગે પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાની કામગીરી
આ આયોજન ના ભાગરૂપે જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા, દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ વી.આર.ગામેતી અને પીએસઆઇ એમ.એન.રાઠોડ સહિતના સ્ટાફે શહેરની મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. સિટી-એ ડિવિઝન પોલીસ ટીમે બર્ધન ચોક માર્કેટ, માંડવી ટાવર રોડ, સેન્ટ્રલ બેન્ક રોડ, ચાંદી બજારની સોની માર્કેટ સહિત દરબારગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી તહેવારો પૂર્વે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાની કામગીરી કરી હતી.
આ પણ વાંચો: Surat News: સગરામપુરાના જૈન હીરા વેપારીનો આપઘાત, તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું





