જામનગરમાં મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન! કાજુ કતરીમાં ફૂગ મળતાં તંત્રની કાર્યવાહી

Jamnagar Kajukatari Complaint: તહેવારો દરમિયાન મીઠાઈ ખરીદતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં નટબટ કંપનીની કાજુ કતરીમાં એક્સપાયરી ડેટ પહેલા જ ફૂગ મળી આવતા ગ્રાહકે ફૂડ શાખામાં ફરિયાદ...
Rupin Bakraniya
Rupin Bakraniya
Jamnagar Kajukatari ComplaintJamnagar Kajukatari Complaint

Jamnagar Kajukatari Complaint

Jamnagar Kajukatari Complaint: તહેવારો દરમિયાન મીઠાઈ ખરીદતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં નટબટ કંપનીની કાજુ કતરીમાં એક્સપાયરી ડેટ પહેલા જ ફૂગ મળી આવતા ગ્રાહકે ફૂડ શાખામાં ફરિયાદ કરી હતી.

સાતમના તહેવાર દરમિયાન મહેમાનો માટે મંગાવવામાં આવેલી આશરે રૂ. 950 પ્રતિ કિલોની કાજુ કતરી બગડેલી નીકળતા ગ્રાહકે કંપનીનો સંપર્ક કર્યો હતો. જોકે, કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળતાં મામલો ફૂડ શાખા સુધી પહોંચ્યો હતો. ફરિયાદ મળતાં ફૂડ શાખાની ટીમે સંબંધિત આઉટલેટ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વધુ કાજુ કતરીની બગડેલી પ્રોડક્ટ મળી આવી હોવાનું સામે આવ્યું હતું.

કાર્યવાહી દરમિયાન દુકાનમાંથી 11 કિલો કાજુ કતરીનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ નિયમોના ભંગ બદલ દુકાનદારને રૂ. 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે તહેવારોમાં મીઠાઈ ખરીદતા ગ્રાહકોને પેકિંગ, ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ અને મીઠાઈની ગુણવત્તા ચકાસીને જ ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે.