Jamnagar Illegal Mineral Transport: જામનગરમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, 5 ડમ્પર સહિત રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત



Jamnagar Illegal Mineral Transport
Jamnagar Illegal Mineral Transport: જામનગરમાં ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, 5 ડમ્પર સહિત રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત



Jamnagar Illegal Mineral Transport
Jamnagar Illegal Mineral Transport: જિલ્લામાં ગેરકાયદે ખનિજ પરિવહન સામે ખાણ-ખનીજ વિભાગે બે દિવસમાં તાબડતોડ કાર્યવાહી હાથ ધરી છે. ઢીંચડા રોડ અને દરેડ GIDC વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 5 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરમિયાન આશરે રૂ.1.80 કરોડનો મુદ્દામાલ કબજે કરી પોલીસને સોંપવામાં આવ્યો છે.
ઢીંચડા રોડ પરથી 3 ડમ્પર ઝડપાયા
ખાણ-ખનીજ વિભાગની ટીમે ઢીંચડા રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 3 ડમ્પરમાં બિનઅધિકૃત રીતે સિલિકા સેન્ડનું પરિવહન થતું હોવાનું સામે આવ્યું હતું. પરિણામે સિલિકા સેન્ડ ભરેલા 3 ડમ્પર સહિત આશરે રૂ.1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા ત્રણેય ડમ્પરને વધુ કાર્યવાહી માટે સિટી-સી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.
દરેડ GIDCમાં પણ કાર્યવાહી
આ ઉપરાંત દરેડ GIDC વિસ્તારમાં પણ ખાણ-ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી. અહીં 2 ડમ્પરમાં બ્લેકટ્રેપનું ઓવરલોડ પરિવહન ઝડપાયું હતું. વિભાગે બંને ડમ્પર સહિત આશરે રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને ડમ્પરને પંચ-બી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.
બે દિવસમાં 5 ડમ્પર જપ્ત
આમ, ખાણ-ખનીજ વિભાગે બે દિવસમાં કુલ 5 ડમ્પર જપ્ત કરી આશરે રૂ.1.80 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તપાસ ટીમમાં નિખીલભાઈ, આનંદભાઈ અને રજનીકાંતભાઈ જોડાયા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



