Get News Alerts

Never miss breaking news updates.

જીજી હોસ્પિટલમાં ‘લાઈન’નું રાજ! કેશબારીથી OPD સુધી લાંબી કતારો, દર્દીઓ પરેશાન

Jamnagar GG Hospital: જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની મુશ્કેલીના દૃશ્યો સામે આવ્યા છે. સારવાર અને દવા લેવા માટે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કેશબારી...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 03:33 PM IST
જીજી હોસ્પિટલમાં ‘લાઈન’નું રાજ! કેશબારીથી OPD સુધી લાંબી કતારો, દર્દીઓ પરેશાનજીજી હોસ્પિટલમાં ‘લાઈન’નું રાજ! કેશબારીથી OPD સુધી લાંબી કતારો, દર્દીઓ પરેશાન

Jamnagar GG Hospital

Jamnagar GG Hospital: જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની મુશ્કેલીના દૃશ્યો સામે આવ્યા છે. સારવાર અને દવા લેવા માટે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કેશબારી હોય કે OPD, હોસ્પિટલમાં અનેક સ્થળોએ દર્દીઓ લાંબા સમય સુધી પોતાના વારો આવવાની રાહ જોતા જોવા મળી રહ્યા છે.

ડાયાબિટીસ-બીપીની દવા માટે પણ કલાકો સુધી રાહ

જીજી હોસ્પિટલમાં ડાયાબિટીસ અને બીપીની દવા લેવા આવેલા દર્દીઓ પણ લાંબી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવાની સ્થિતિ સામે આવી છે. માંદગીની સ્થિતિમાં હોસ્પિટલ પહોંચેલા દર્દીઓએ કલાકો સુધી રાહ જોવાની હાડમારી ભોગવવી પડી રહી છે. કેટલાક દર્દીઓ બેસીને પોતાના વારોની રાહ જોઈ રહ્યા છે, જ્યારે અન્ય દર્દીઓ લાંબી કતારમાં ઉભા જોવા મળી રહ્યા છે. લાંબી લાઈનોને કારણે દર્દીઓ અને તેમના સગાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

દર્દીઓનો સવાલઃ માંદગીમાં પણ કલાકો સુધી લાઈનમાં કેમ?

હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓનો સવાલ છે કે માંદગીની સ્થિતિમાં સારવાર મેળવવા આવ્યા છીએ કે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા? દર્દીઓનું કહેવું છે કે જો હોસ્પિટલમાં સ્ટાફની અછત હોય તો તંત્રએ સ્ટાફની વ્યવસ્થા કરવી જોઈએ અને દર્દીઓને આવી મુશ્કેલીમાંથી રાહત આપવી જોઈએ. દર્દીઓ અને તેમના સગાઓ દ્વારા હોસ્પિટલની વ્યવસ્થામાં સુધારો કરવા અને લાંબી કતારોની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે જીજી હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની લાંબી કતારો અને સ્ટાફની સંભવિત અછતને લઈને શું પગલાં લેવામાં આવે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]