Jamnagar Ganja Seizure: SOGની મોટી કાર્યવાહી: ફલ્લા પાસે 2.9 કિલો ગાંજો ઝડપાયો, એક ઈસમ ઝડપાયો



Jamnagar Ganja Seizure
Jamnagar Ganja Seizure: SOGની મોટી કાર્યવાહી: ફલ્લા પાસે 2.9 કિલો ગાંજો ઝડપાયો, એક ઈસમ ઝડપાયો



Jamnagar Ganja Seizure
Jamnagar Ganja Seizure: જામનગર જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. ફલ્લા ગામ નજીક રૂદ્રાક્ષ હોટલ પાસે હાઈવે પરથી SOG અને પંચકોષી “એ” ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે 2 કિલો 900 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના જથ્થા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે પોલીસની વોચ
મળતી માહિતી મુજબ, SOG અને પંચકોષી “એ” ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ખીજડિયા બાયપાસ વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રાજકોટ તરફથી સફેદ રંગની ઈક્કો કારમાં ગાંજાનો જથ્થો લઈને એક ઈસમ જામનગર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે ફલ્લા ગામથી આગળ રૂદ્રાક્ષ હોટલ પાસે હાઈવે રોડ પર વોચ ગોઠવી હતી. બાતમીમાં જણાવ્યા મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
2.9 કિલો ગાંજો મળી આવ્યો
પોલીસની તપાસ દરમિયાન ઈસમ પાસેથી 2 કિલો 900 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજાના જથ્થાની કિંમત આશરે રૂ.1.45 લાખ હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત પોલીસે ઈસમ પાસેથી રૂ.5 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, પોલીસે ગાંજો અને મોબાઈલ સહિત કુલ રૂ.1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એક ઈસમ પોલીસના સકંજામાં
આ કાર્યવાહી દરમિયાન પોલીસે હાજી ઉર્ફે દુનો આદમભાઈ ખફી (ઉંમર 26 વર્ષ, રહે. સુમરા ચાલી, જામનગર)ને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ પંચકોષી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2)(B) અને 29 હેઠળ ગુનો નોંધ્યો છે.
વધુ તપાસ હાથ ધરાઈ
ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નશીલો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગાંજાના સપ્લાય સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. “No Drugs In Jamnagar” અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફલ્લા નજીક થયેલી આ સંયુક્ત કાર્યવાહી પણ આ જ ઝુંબેશનો એક ભાગ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



