Jamnagarમાં નશામુક્તિના સંદેશ સાથે સાયકલ રેલી, મંત્રીઓ પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજાએ કરાવ્યું પ્રસ્થાન



Jamnagar Drug De Addiction Cycle Rally
Jamnagarમાં નશામુક્તિના સંદેશ સાથે સાયકલ રેલી, મંત્રીઓ પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજાએ કરાવ્યું પ્રસ્થાન



Jamnagar Drug De Addiction Cycle Rally
Jamnagar Drug De Addiction Cycle Rally: જામનગરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી અને રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ ચાંદી બજાર ચોક ખાતેથી લીલીઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આયોજિત આ રેલીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખેલાડીઓ જોડાયા હતા. ચાંદી બજાર ચોકથી શરૂ થયેલી રેલી રણજીત રોડ, ટાઉનહોલ અને લાલ બંગલો સર્કલ થઈ એસ.ટી. ડેપો સુધી પહોંચી હતી. રેલીના માધ્યમથી નશામુક્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમમાં જામનગરનાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડયા, મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન ગોસારાણી, બીનાબેન કોઠારી, ડો. વિનોદભાઈ ભંડેરી, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી સહદેવસિંહ વાળા, કોર્પોરેટરો, આગેવાનો અને અન્ય અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. નશાબંધી સપ્તાહ અંતર્ગત યોજાયેલી આ સાયકલ રેલી દ્વારા નશાથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




