Get News Alerts

Never miss breaking news updates.

Jamnagarમાં GSTની નોટિસો સામે બ્રાસ ઉદ્યોગકારોનો વિરોધ, 4500થી વધુ એકમો બંધ

Jamnagar Brass Industry GST Protest: જીએસટીના જટિલ કાયદા અને વેપારીઓને અપાતી નોટિસોના મુદ્દે જામનગરના બ્રાસ ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો છે. જીએસટીની મુશ્કેલીઓના વિરોધમાં જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગોએ સજ્જડ બંધ પાળ્યો હતો....
R Gajjar
R GajjarUpdated on: 28 Sep 2026 05:26 PM IST
Jamnagarમાં GSTની નોટિસો સામે બ્રાસ ઉદ્યોગકારોનો વિરોધ, 4500થી વધુ એકમો બંધJamnagarમાં GSTની નોટિસો સામે બ્રાસ ઉદ્યોગકારોનો વિરોધ, 4500થી વધુ એકમો બંધ

Jamnagar Brass Industry GST Protest

Jamnagar Brass Industry GST Protest: જીએસટીના જટિલ કાયદા અને વેપારીઓને અપાતી નોટિસોના મુદ્દે જામનગરના બ્રાસ ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો છે. જીએસટીની મુશ્કેલીઓના વિરોધમાં જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગોએ સજ્જડ બંધ પાળ્યો હતો. આ દરમિયાન ત્રણ મુખ્ય ઉદ્યોગ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરી સુધી વિશાળ મૌન બાઇક રેલી યોજાઈ હતી.

3391 નોટિસ અને રૂ.2150 કરોડની માંગણી સામે વિરોધ

ઉદ્યોગ સંગઠનોના જણાવ્યા મુજબ, જીએસટીના વિવિધ મુદ્દાઓને લઈને જામનગરના વેપારીઓ અને ઉદ્યોગકારોને 3,391 નોટિસો આપવામાં આવી છે અને રૂ.2,150 કરોડથી વધુની માંગણી કરવામાં આવી છે. આ મુદ્દે બ્રાસ ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. લાંબા સમયથી રજૂઆતો છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં બંધ અને રેલીના માધ્યમથી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

4500થી વધુ એકમો બંધમાં જોડાયા

શંકરટેકરી, ફેઝ-2, ફેઝ-3 સહિતના ઔદ્યોગિક વિસ્તારોના 4,500થી વધુ એકમો બંધમાં જોડાયા હોવાનું ઉદ્યોગ સંગઠનો દ્વારા જણાવાયું છે. ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત નેજા હેઠળ આ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.

કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

વિરોધ દરમિયાન ઉદ્યોગકારો એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન બાઇક રેલી યોજી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જીએસટી સંબંધિત પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉદ્યોગકારોએ બોનાફાઇડ એટલે કે સાચા ખરીદદારોને યોગ્ય રક્ષણ આપવા તેમજ પ્રામાણિક કરદાતાઓને રાહત આપવાની માંગ કરી છે.

કરચોરી કરનારાઓ સામે જ કડક કાર્યવાહી કરવાની માંગ

ઉદ્યોગ સંગઠનોએ જીએસટી કાયદાને સરળ બનાવવાની પણ માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, પ્રામાણિક રીતે વ્યવસાય કરતા કરદાતાઓને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થામાં જરૂરી સુધારા થવા જોઈએ. ઉદ્યોગકારોએ માત્ર કરચોરી કરનારાઓ સામે જ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. લાંબા સમયથી રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]