Jamnagar Crime News : કાર આંતરી લોખંડના પાઇપથી ફરિયાદી પર હુમલો કર્યો, સાત આરોપી પોલીસના સકંજામાં


Jamnagar Crime News અંગત અદાવાતમાં હુમલો કર્યો
Jamnagar Crime News : કાર આંતરી લોખંડના પાઇપથી ફરિયાદી પર હુમલો કર્યો, સાત આરોપી પોલીસના સકંજામાં


Jamnagar Crime News અંગત અદાવાતમાં હુમલો કર્યો
Jamnagar Crime News : હુમલાખોરોએ કારના કાચ, દરવાજા અને લાઇટમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં કારચાલક યુવાન અને તેની સાથે રહેલા સાહેદને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે જામનગર સીટી-સી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે.
જૂના મનદુઃખને લઈને આ વિવાદ ઊભો થયો હતો. રાજ ચેમ્બર સામે રોડ પરથી પસાર થઈ રહેલા યુવાનની કારને સાત શખ્સોએ આંતરી હતી. ત્યારબાદ લોખંડના પાઇપ વડે કારચાલક અને તેની સાથે રહેલા વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોએ કારને નિશાન બનાવી તેના કાચ, દરવાજા અને લાઇટમાં ભારે તોડફોડ કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
આ હુમલામાં કારચાલક યુવાન તથા તેની સાથે રહેલા સાહેદને ઇજાઓ પહોંચી હતી. ફરિયાદ મુજબ, હુમલાખોરોએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, મોબાઇલ ફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
જૂની અદાવતને લઈને જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન હુમલામાં સંડોવાયેલા હોવાના આરોપસર સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં રાહુલ ઉર્ફે રઘુ હરજીભાઈ આલ, હરજી રબારી, કિશન પેથાભાઈ ખાભલા અને વિજય ઉર્ફે હમીર રબારીનો સમાવેશ થાય છે.
અંગત અદાવાતમાં કરી મારામારી
આ ઉપરાંત રાજ લક્ષ્મણભાઈ રબારી, હમીર લગધીરભાઈ કરમટા અને ભરો માલદે મોરીને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. આમ, આ કેસમાં કુલ સાત આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ, જૂની અદાવતની વિગતો તેમજ ઘટનામાં દરેક આરોપીની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે. જાહેર રસ્તા પર કાર આંતરી હુમલો અને વાહનમાં તોડફોડની આ ઘટનાએ જામનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા જગાવી છે.




